<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

નરેન્‍દ્રભાઇનું કાલે બપોર બાદ રાજકોટમાં ટુંકુ રોકાણ : સોમનાથ જશે

કલેકટર દ્વારા ૪૦૦ના સ્‍ટાફના ઓર્ડરો : ઓનલાઇન ઓળખપત્ર કાર્ડનું વિતરણ શરૂઃ સીટી પ્રાંતની કાર્યવાહી : મનીષાબેન વકીલ સહિત ૮ કેબીનેટ મીનીસ્‍ટરો આવે છેઃ બપોર બાદ IAS-IPS સહિતના ઉચ્‍ચ અધિકારીઓનું આગમન : એરપોર્ટ ખાતે વડાપ્રધાનને આવકારવા કાલે મુખ્‍યમંત્રી-નાયબ મુખ્‍યમંત્રી વહેલા રાજકોટ આવે તેવી શકયતાઃ તમામ તૈયારીઓને આખરી ઓપ આપતા કલેકટરઃ મારવાડી તથા હિરાસર ખાતે જડબેસલાક સુરક્ષા : સરકીટ હાઉસ આખુ બુક : સિવિલ હોસ્‍પીટલ ખાતે સ્‍પે. વોર્ડ ઉભો કરાયોઃ ૧ લાખ કરોડના MOU ની શકયતા

રાજકોટ, તા., ૯: રવિવારથી રાજકોટના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિ. ખાતે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ વાયબ્રન્‍ટ ગુજરાત શરૂ થવા જઇ રહયું છે.

જેમાં અંદાજે ૧ લાખ કરોડના MOU થવાની શકયતા હાઇલેવલ અધિકારીઓ દાખવી રહયા છે. મારવાડી યુનિ. ખાતે પપ એકર જગ્‍યા ઉપર વિશાળ વાયબ્રન્‍ટનું દબદબાભેર ઉદઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે થશે. તેઓ સોમનાથથી હેલીકોપ્‍ટર મારફત સીધા મારવાડી ખાતે આવી પહોંચશે. તેમની સાથે દેશના ઉદ્યોગપતિઓ બીરલા ગૃપ, રીલાયન્‍સ, અદાણી, ટાટા જુથના વરિષ્‍ઠ ડાયરેકટર-ચેરમેન આવી રહયાની પ્રાથમીક માહીતી છે. આ ઉપરાંત વાયબ્રન્‍ટના પાર્ટનર દેશના રાજદુતો, ૪૦ દેશના ઉદ્યોગપતિઓ-રાજપુરૂષો આવી રહયા છે.

આ ઉપરાંત અન્‍ય પાંચ હજાર જેટલા હાઇલેવલ ઉદ્યોગપતિઓ પણ તા.૧૧ અને ૧ર આવી રહયા છે.

કલેકટર કચેરીના અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે વડાપ્રધાન કાલે બપોર બાદ એટલે કે ૩ાા થી ૪ ની વચ્‍ચે સ્‍પે. ફલાઇટમાં હિરાસર એરપોર્ટ આવી પહોંચશે. જયાં ૧૦ મીનીટનું ટુંકુ રોકાણ બાદ તેઓ સોમનાથ જવા રવાના થશે અને સોમનાથ ઐતિહાસિક મહોત્‍સવ, રાત્રી રોકાણ બાદ તેઓ રવિવારે બપોરે ૧ાા થી ર ની વચ્‍ચે સોમનાથથી સીધા હેલીકોપ્‍ટર મારફત મારવાડી પહોંચશે અને ત્‍યાં વાયબ્રન્‍ટનું ભવ્‍યાતીભવ્‍ય ઉદઘાટન કરશે.

વડાપ્રધાન કાલે બપોર બાદ રાજકોટ આવી રહયા હોય તેમના સ્‍વાગત અર્થે ગુજરાતના મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી કાલે વહેલા રાજકોટ આવે તેવી શકયતા છે. જો કે હાલ તેમનો કાર્યક્રમ ફાઇનલ થયો નથી. પરંતુ મોદીને આવકારવા કલેકટર સહિતના હાઇલેવલ અધિકારીઓ કાલે હિરાસર જશે.

સાધનોએ જણાવેલ કે વાયબ્રન્‍ટ સંદર્ભે રાજયના મંત્રીશ્રી મનીષાબેન વકીલ સહિત ૮ કેબીનેટ મીનીસ્‍ટરો આવી રહયા છે. આ ઉપરાંત બપોર બાદ રાજયના સચીવો, ઉદ્યોગ ખાતાના સચિવશ્રી, ત્‍ખ્‍લ્‍-ત્‍ભ્‍લ્‍ અધિકારીઓનું આગમન શરૂ થઇ જશે.

સાધનોએ ઉમેર્યુ હતું કે આજે વાયબ્રન્‍ટ અંગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્‍યો હતો. મારવાડી તથા હિરાસર ખાતે જડબેસલાક સુરક્ષા ચક્ર ગોઠવાયું છે. સરકીટ હાઉસ આખુ બુક કરી લેવાયું છે. સિવિલ હોસ્‍પીટલ ખાતે સ્‍પે. વોર્ડ ઉભા કરાયા છે. સરકીટ હાઉસ ખાતે તમામ સુવિધા ઉપલબ્‍ધ કરી દેવાઇ છે.

 

(3:39 PM IST)