News of Friday, 9th January 2026
દિલ્હીમાં મમતાના સાંસદોનો હોબાળોઃ અમિત શાહના કાર્યાલય બહાર TMCના દેખાવો
મહુઆ મોઇત્રાના કેન્દ્ર પર આકરા પ્રહારઃ મમતા બેનર્જીને ‘સિંહણ' ગણાવી બંગાળ ઝૂકશે નહીં તેવો હુંકાર : ટીએમસીના સાંસદોની અટકાયતઃ ઈડીના દરોડા બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ

નવી દિલ્હી, તા.૯: પશ્ચિમ બંગાળમાં IPAC ના પ્રમુખ પ્રતીક જૈનના ઘરે ED ના દરોડા બાદ શુક્રવારે દિલ્હીમાં રાજકીય સંગ્રામ જોવા મળ્યો હતો. તળણમૂલ કોંગ્રેસના સાંસદોએ કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહના કાર્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહુઆ મોઇત્રા, ડેરેક ઓબ્રાયન અને કીર્તિ આઝાદ સહિતના દિગ્ગજ નેતાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે દિલ્હી પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો. પ્રદર્શનકારી સાંસદોને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. TMC એ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર લોકશાહીને કચડી નાખવા માટે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓનો બેશરમ દુરુપયોગ કરી રહી છે.
આ વિવાદના કેન્દ્રમાં કોલસા ચોરી કૌભાંડ સાથે જોડાયેલી મની લોન્ડરિંગ તપાસ છે, જેના ભાગરૂપે ગુરુવારે કોલકાતામાં IPAC ના કાર્યાલય પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સાંસદ મહુઆ મોઇત્રાએ ગંભીર આરોપ લગાવ્યો કે ED ને માત્ર ભ્રષ્ટાચારની તપાસ માટે નહીં, પરંતુ TMC ની ચૂંટણી રણનીતિ અને વ્યૂહાત્મક ડેટાની ચોરી કરવા માટે મોકલવામાં આવી હતી. તેમણે મમતા બેનર્જીને સિંહણ ગણાવતા કહ્યું કે, જે રીતે મુખ્યમંત્રી પોતે દરોડા દરમિયાન સ્થળ પર પહોંચ્યા તે બતાવે છે કે તેઓ પોતાની પાર્ટીના ડેટા અને સંપત્તિના રક્ષણ માટે કોઈની સામે ઝૂકશે નહીં. બીજી તરફ કીર્તિ આઝાદે ભાજપ પર ટેન્ડર મેનેજમેન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી વળતો પ્રહાર કર્યો હતો.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ સમગ્ર મામલાને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓ જાણીજોઈને તેમની સરકાર અને પાર્ટીને નિશાન બનાવી રહી છે. મમતાએ તો ત્યાં સુધી કહ્યું કે એજન્સીઓએ તેમની SIR યાદી અને અન્ય ચૂંટણીલક્ષી વિગતો ચોરી લીધી છે. ૨૦૨૬ ના પ્રારંભે જ બંગાળ અને કેન્દ્ર વચ્ચેના આ સંબંધો અત્યંત વણસ્યા છે. TMC એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે બંગાળ ગમે તેટલા હુમલાઓ છતાં હારશે નહીં અને માનવતા તેમજ ન્યાય માટેની તેમની આ લડાઈ રસ્તાથી લઈને સંસદ સુધી ચાલુ રહેશે. આ આંદોલનને કારણે દિલ્હીના હાઈ-સિકયોરિટી ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
