<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

આસામમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો 'માસ્ટરસ્ટ્રોક': કોંગ્રેસ માટે એક બેઠક પણ જીતવી પણ મુશ્કેલ

આસામમાં ખાલી પડેલી રાજ્યસભાની ત્રણેય બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે. વિપક્ષમાં એકતાના અભાવે અને એઆઈયૂડીએફ ના સમર્થન વિના કોંગ્રેસ માટે એક પણ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.

આસામના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટો દાવ ખેલ્યો છે. આગામી સમયમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણેય ખાલી બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખવાની રણનીતિ ઘડી છે. આ નિર્ણયથી કોંગ્રેસની છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

વિધાનસભાના આંકડાકીય ગણિત મુજબ, કોંગ્રેસને જીતવા માટે અન્ય પક્ષોના સમર્થનની જરૂર છે. ખાસ કરીને બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયૂડીએફ  ના સમર્થન વિના કોંગ્રેસ ઉમેદવાર જીતી શકે તેમ નથી. 

 

બીજી તરફ, વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એઆઈયૂડીએફ સાથે ગઠબંધન કરીને પોતાની છબી ખરડવા માંગતી નથી. વિપક્ષની આ દ્વિધાનો લાભ લઈને ભાજપ આસામમાં ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો આને ભાજપનો માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે.

(9:37 AM IST)