<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

Yest : Test12:59 AM IST

વ્હાઈટ હાઉસના સૂત્રોનો મોટો ધડાકો: ટ્રમ્પ એક સાથે ઈરાન પર હુમલો કરવાની અને ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની તૈયારીમાં છે ? દાવોસ સમિટ ટાણે જ સમાચાર વાયરલ: હવે સૌની નજર ટ્રમ્પના સત્તાવાર સંબોધન પર : સોશિયલ મીડિયા પર 'ન્યૂઝ ફર્સ્ટ'ના અહેવાલથી ભારે ખળભળાટ: અમેરિકન રાષ્ટ્રપતિની બેવડી રણનીતિની ચર્ચા: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ગ્રીનલેન્ડ મુદ્દે તણાવ વચ્ચે જ આંચકાજનક સમાચાર: વિશ્વના નેતાઓ સાથેની બેઠક પૂર્વે જ ટ્રમ્પના આકરા વલણના સંકેત વિમાનમાં ટેકનિકલ ખામી બાદ સ્વિટ્ઝર્લેન્ડ પહોંચેલા ટ્રમ્પના આગામી પગલાં પર દુનિયાની નજર: મધ્ય પૂર્વ અને આર્કટિક ક્ષેત્રમાં એકસાથે સંઘર્ષના એંધાણ8:04 PM IST

વિદ્યાર્થીઓ જ્ઞાનનો દિપક બની સમાજમાં પ્રસાર કરેઃ આચાર્ય દેવવ્રતજી : ભોગવાદ એ સાધન છે, ઉદ્દેશ્‍ય પ્રાપ્તિ નથી, તેવું જ્ઞાન ભારતે પોતાના જ્ઞાન વારસાથી વિશ્વને દર્શાવ્‍યું છે ,પુરાતન જ્ઞાનને પામવાનો માર્ગ સંસ્‍કળતમાંથી પસાર થાય છે,જે વસ્‍તુનું અસ્‍તિત્‍વ ન હતું તેનો સાક્ષાત્‍કાર ઋષિમુનીઓએ અગાઉથી જ કરી લીધો હતોઃ રાજ્‍યપાલની અધ્‍યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારોહ યોજાયો : ગણેશ હેગડેને ‘શોધવિભૂષણમ' શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્‍કાર-૨૦૨૬ અને સ્‍વ. મણીશંકર જીવણરામ પંડ્‍યા પુરસ્‍કાર રાશિ એનાયતઃ શ્રી હરિપ્રસાદ યાદવરાય બોબડેને શ્રીમતી સરસ્‍વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્‍કળત વિદ્વાન-૨૦૨૬ પુરસ્‍કાર એનાયતઃ પદવીદાનમાં ૨૫ ગોલ્‍ડ મેડલ અને ૦૬ સિલ્‍વર મેડલ સાથે કુલ ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત કરાયાઃ રાજ્‍યપાલ અને મહાનુભાવોના હસ્‍તે ત્રણ ગ્રંથોનું વિમોચન કરાયું1:11 PM IST

પાંચ વર્ષના ઉમેશનું ભેદી મોતઃ પિતાએ પતાવ્‍યાનો આક્ષેપ : જસદણના ભાડલા તાબેના પારેવાડા ગામની ચોંકાવનારી ઘટનાઃ તપાસનો ધમધમાટ :પિતા વિજય વાળા દિકરાને બેભાન હાલતમાં હોસ્‍પિટલે લઇ ગયો અને કહ્યું-આને પાડોશી રણજીતે ગળાફાંસો આપી મારી નાંખ્‍યો છે!: પોતે ચિક્કાર નશામાં હતોઃ પોલીસે વિજય અને પાડોશીની પુછતાછ શરૂ કરીઃ મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ મુળ રાજકોટની યુવતિ સાથે વિજયએ સાત વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા છે :વિજયના પત્‍નિ કાજલબેને કહ્યું-મારો પતિ મને પણ મારવાનો પ્રયાસ કરતો હતો, જેથી હું નાના દિકરાને લઇ બે દિવસ પહેલા સગાના ઘરે આટકોટ જતી રહી હતીઃ તે મારા દિકરાને મારીને મને તેના ગુનામાં ફસાવવાની ધમકી આપતો હતો!2:49 PM IST