News of Saturday, 10th January 2026
આજથી વડાપ્રધાન ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસેઃ સાંજે સોમનાથ પહોંચશે
આજે સાંજે સોમનાથ પહોંચી વડાપ્રધાન રાત્રે ૮ વાગે ૐકાર મંત્ર જાપમાં ભાગ લેશે, ડ્રોન શો નિહાળશે, રાત્રિ રોકાણ કરશેઃ રવિવારે બપોરે ૨ વાગ્યે રીજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું ઉદઘાટન કરાવશે ત્યારબાદ રાજકોટથી અમદાવાદ આવશે : બીજા દિવસે ૧૦૮ અશ્વો સાથેની શૌર્ય યાત્રામાં સામેલ થઇ મંદિર પહોંચી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવશે અને પૂજન અર્ચન કરશેઃ ત્યારબાદ એક જનસભાને સંબોધી સીધા રાજકોટ જવા રવાના થશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૦: હિન્દુસ્તાનની આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક એવા સોમનાથ મંદિર પર હુમલાના એક હજાર વર્ષ પૂરાં થયા નિમિત્તે ૮થી ૧૧જાન્યુઆરી દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ-એક અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના પ્રથમ દિવસે સોમનાથ ખાતે ચાલી રહેલા ઓમકાર મંત્ર જાપમાં સામેલ થશે. બીજા દિવસે ૧૦૮ અશ્વો સાથેની શૌર્ય યાત્રામાં સામેલ થઇ મંદિર પહોંચી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવશે અને પૂજન અર્ચન કરશે. ત્યારબાદ એક જનસભાને સંબોધી સીધા રાજકોટ જવા રવાના થશે.
૮ ડિસેમ્બર ૧૦૨૬માં સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ પહેલો હુમલો કર્યો હતો. સદીઓથી તેને નષ્ટ કરવાના વારંવાર પ્રયાસો છતાં, સોમનાથ મંદિર હજુ પણ સ્થિતિસ્થાપકતા, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રતીક તરીકે ઊભું છે, જે સામૂહિક સંકલ્પ અને તેને તેના પ્રાચીન ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને આભારી છે. આઝાદી પછી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર કરાવીને રાષ્ટ્રની આસ્થા અને સ્વાભિમાનને પુનઃસ્થાપિત કર્યું હતું. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં નવીનીકૃત સોમનાથ મંદિરને વિધિવત રીતે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ૨૦૨૬માં આ ઐતિહાસિક પુનર્નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાથી સોમનાથ સ્વાભિમાન પર્વને વિશેષ મહત્વ મળે છે. આથી સ્વાભિમાન પર્વમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યા બાદ સોમનાથ આવી પહોંચશે. વડાપ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન હોવાના નાતે અહીં ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી રાત્રે ૮ વાગે ક઼કાર મંત્ર જાપમાં સહભાગી થયા બાદ સોમનાથના ભવ્ય ઇતિહાસને પ્રસ્તુત કરતાં ડ્રોન શોને નિહાળશે. વડાપ્રધાન સોમનાથ ખાતે જ રાત્રિ રોકાણ કરશે. ૧૧ જાન્યુઆરીને રવિવારે સવારે લગભગ ૯:૪૫ વાગ્યે વડાપ્રધાન શૌર્ય યાત્રામાં ભાગ લેશે. શૌર્ય યાત્રામાં ૧૦૮ અશ્વોની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થશે. વડાપ્રધાન સવારે આશરે ૧૦:૧૫ વાગ્યે સોમનાથ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરશે. ૧૧ વાગ્યે, વડાપ્રધાન સોમનાથ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને જનતાને સંબોધિત કરશે.
વડાપ્રધાન આજે સોમનાથ, રવિવારે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે
પીએમ મોદી ૧૦ જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે, રાત્રે ૮ વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નીહાળશે, ભ્પ્ મોદી રાત્રી રોકાણ સોમનાથમાં રહેશે.
૧૧ જાન્યુઆરીએ ૯:૪૫ કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે, ૧૦:૧૫ કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે, ૧૧ કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે.
રવિવારે બપોરે ૨ વાગ્યે રીજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરાવશે, ત્યારબાદ રાજકોટથી અમદાવાદ આવશે.
પીએમ મોદી સાંજે ૫:૧૫ કલાકે મેટ્રો ફેઝ ૨નું ઉદ્ધાટન કરશે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ફેઝ ૨નું ઉદઘાટન
PM રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે. રાજકોટ ખાતેની રિજનલ સમિટમાં ૧૫૦૦થી વધુ MoU થશે
કચ્છસૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ આપવા માટે રાજકોટ ખાતે ૧૧થી ૧૫ જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું વડાપ્રધાન મોદી રવિવારે બપોરે ૨ વાગે ઉદ્ધાટન કરવાના છે. પાંચ દિવસીય કોન્ફરન્સમાં રિવર્સ બાયર્સ-સેલર મીટ દરમિયાન ૧૫૦૦ થી વધુ Mou થવાની સંભવના છે. કોન્ફરન્સમાં ૧૧૦ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે, ૧૮૦૦થી વધુ B2B મીટિગો આયોજિત થશે.
સોમવારે બપોરે ૧૨ વાગ્યા સુધી વાહનો માટે પヘમિ રિવરફ્રન્ટ રોડ બંધ રહેશે
વડાપ્રધાન મોદી તથા જર્મનીના ચાન્સેલર આગામી તા.૧૨ જાન્યુઆરીએ ગાંધી આશ્રમ તથા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુલાકાત લેશે. જેને લઇને ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. તા.૧૨મીએ સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી વાડજ સ્મશાનગૃહ કટથી પヘમિ રિવરફ્રન્ટનો આંબેડકર બ્રિજ સુધીનો સમગ્ર રોડ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. વાહનચાલકો વાડજ સર્કલ થઇને ઉસ્માનપુરાથી ઇન્કમટેક્ષ થઇને ટાઉનહોલ અને ત્યાંથી પાલડી ચાર રસ્તા તરફ જઇ શકશે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
