News of Saturday, 10th January 2026
અમેરિકાની મોટી કાર્યવાહી: વેનેઝુએલા સાથે સંકળાયેલું અને ગેરકાયદે તેલનું પરિવહન કરી રહેલ પાંચમું ઓઈલ ટેન્કર જપ્ત કર્યું

અમેરિકી સૈન્ય અને નૌકાદળે કેરેબિયન સમુદ્રમાં એક મોટી કાર્યવાહી કરી છે. વેનેઝુએલા પરના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકાએ 'ઓલેના' નામનું એક તેલ ટેન્કર જપ્ત કર્યું છે. આ કાર્યવાહી વહેલી સવારે યુએસ મરીન અને નેવીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, વેનેઝુએલાના તેલ વિતરણ નેટવર્ક પર અમેરિકાની પકડ વધુ મજબૂત બની છે. અત્યાર સુધીમાં અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલું આ પાંચમું પ્રતિબંધિત ટેન્કર છે, જે ગેરકાયદેસર રીતે તેલનું વહન કરી રહ્યું હતું તેવી શંકા છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
