હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેનેઝુએલામાં એક ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ૧૮૧ રૂપિયા
ભારતમાં ૨૪ કેરેટ સોનાની કિંમત અંદાજે ૧૩,૮૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ : ૨૨ કેરેટ સોનાની કિંમત તો ત્યાં માત્ર ૧૬૬ રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે

નવી દિલ્હી તા.૧૦: દુનિયાભરમાં સોનાની ગણતરી એક કિમતી અને મુલ્યવાન ધાતુ તરીકે કરવામાં આવે છે અને આવા આ સોનાના ભાવ દિવસેને દિવસે આસમાનને આંબી રહ્યા છે. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયાનો એક દેશ એવો પણ છે કે જ્યાં બ્રેડ-બટરના ભાવે તમે સોનું ખરીરી શકો છો તો માનવામાં આવે ખરું? માનવામાં ના આવે પણ આ હકીકત છે. અમે અહીં જે દેશની વાત કરી રહ્યા છીએ એ છે દક્ષિણ અમેરિકાનો વેનેઝુએલા અહીંના સોનાના ભાવ સાંભળીને તમે ચોંકી જશો. ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...
એક તરફ જ્યાં ભારતમાં સોનાના ભાવ દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે વેનેઝુએલાની સ્થિતિ ભારતથી બિલકુલ વિપરીત છે. અહીં ૨૪ કેરેટ સોનાની કિમત બ્રેડ-બટર જેટલી જે છે. વાત કરીએ તાજેતરના આંકડાઓ મુજબ સોનાના ભાવમાં જોવા મળેલા તફાવત વિશે તો ભારતમાં ૨૪ કેરેટ સોનાની કિમત અંદાજે ૧૩,૮૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ છે.
જ્યારે વેનેઝુએલામાં એક ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિમત ૧૮૧ રૂપિયા જેટલી જ છે. જ્યારે ૨૨ કેરેટ સોનાની કિમત તો ત્યાં માત્ર ૧૬૬ રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે. ટૂંકમાં કહીએ તો જેટલા પૈસામાં તમે ભારતમાં રસ્તા પર ચા-નાસ્તો કરી લો છો એટલા જ પૈસામાં તમે વેનેઝુએલામાં એક ગ્રામ સોનું ખરીદી શકાય છે.
હવે આગળ વધીએ અને વાત કરીએ કે વેનેઝુએલામાં સોનું આટલું સસ્તું કેમ છે એની તો આ ત્યાંની આર્થિક સમૃદ્ધિની નિશાની નથી, પરંતુ કથળેલી અર્થવ્યવસ્થાનું પ્રતિક છે. વેનેઝુએલાના ચલણ બોલિવરનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં સાવ તળિયે પહોંચી ગઈ છે. વધારે પડતી મોંઘવારીને કારણે લોકો પાસે ચલણની કોઈ કિમત રહી નથી.
આ ઉપરાંત વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકારે દેવું ચૂકતે કરવા માટે અને દેશ ચલાવવા માટે મોટા પ્રમાણમાં સોનાના ભંડાર (ગોલ્ડ રિઝર્વ)નો ઉપયોગ કર્યો છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ૨૦૧૩થી ૨૦૧૬ના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન કુલ ૧૧૩ મેટ્રિક ટન સોનું સ્વિટ્ઝર્લેન્ડ મોકલવામાં આવ્યું હતું. ૨૦૨૪ સુધીમાં વેનેઝુએલા પાસે માત્ર ૧૬૧ ટન સોનું જ બચ્યું હતું.
વેનેઝુએલાના ઓરિનોકો માઈનિગ આર્ક વિસ્તારમાં સોનાનો વિપુલ ભંડાર આવેલો છે. આમ છતાં, આર્થિક સંકટ એટલું મોટું છે કે સોનું સસ્તું હોવા છતાં સ્થાનિક નાગરિકોની જિદગી મુશ્કેલીઓથી ભરેલી છે. અહીં જીવનજરૂરી ચીજવસ્તુઓ જેમ કે લોટ, દૂધ કે દવાઓની કિમત સોના કરતાં પણ વધારે છે અને આનું કારણ છે કે અહીંના ચલણની કોઈ વિશ્વસનીયતા રહી નથી.(૩૮.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
