<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

કાલે વડોદરા, ૧૪મીએ રાજકોટમાં અને ૧૮મીએ ઇન્‍દોરમાં જંગ

ભારત-ન્‍યુઝીલેન્‍ડ વન-ડે મુલાકાત ગિલ અને ઐયરની ટીમમાં વાપસી, પંત બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં, જાડેજા ઓલરાઉન્‍ડરની ભૂમિકામાં, કુલદિપને પણ તક મળશે

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમ વર્ષ ૨૦૨૬ની પોતાની પ્રથમ હોમ સિરીઝની શરૂઆત ન્‍યૂઝીલેન્‍ડ સામે કરવા જઈ રહી છે. ત્રણ મેચોની આ વનડે શ્રેણી માટે કેપ્‍ટન શુભમન ગિલ અને વાઇસ કેપ્‍ટન શ્રેયસ અય્‍યરની ટીમમાં વાપસી થઈ છે. જોકે, આ વાપસીને કારણે પ્‍લેઈંગ-૧૧ના સમીકરણો બદલાઈ રહ્યા છે, જેમાં રિષભ પંતને બહાર બેસવું પડી શકે તેમ છે. ૧૧ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ વડોદરાના નવા બનેલા કોટંબી સ્‍ટેડિયમ ખાતે પ્રથમ મેચ રમાશે. જયારે બીજો વન-ડે ૧૪મીએ રાજકોટમાં અને ત્રીજો વન-ડે ૧૮મીએ ઇન્‍દોરમાં રમાનાર છે. તમામ મેચો બપોરે ૧:૩૦ વાગયાથી શરૂ થશે.

ટીમ ઈન્‍ડિયા માટે ઓપનિગની જવાબદારી ફરી એકવાર કેપ્‍ટન શુભમન ગિલ અને અનુભવી રોહિત શર્માના ખભા પર રહેશે. ગિલ, જે ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી ગુમાવી ચૂક્‍યા હતા, તે હવે સંપૂર્ણ ફિટ છે.

ટીમ ઈન્‍ડિયાની પ્‍લેઈંગ ઈલેવન પાસે વિકેટકીપરના સ્‍લોટ માટે બે વિકલ્‍પો છે. કેએલ રાહુલ અને ઋષભ પંત બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્‍યા છે, પરંતુ એવી શક્‍યતા છે કે કેએલ રાહુલને પ્‍લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવશે. રિષભ પંત બેકઅપ કીપર રહેશે.

નંબર ૩ પર વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્‍સમેન વિરાટ કોહલી પોતાનું સ્‍થાન જાળવી રાખશે. શ્રેયસ અય્‍યર ફિટ થઈને પરત ફર્યો હોય તેમનું નંબર ૪ પર રમવું લગભગ નિヘતિ છે.

હાર્દિક પંડ્‍યાની ગેરહાજરીમાં રવીન્‍દ્ર જાડેજા ઓલરાઉન્‍ડર તરીકે મુખ્‍ય ભૂમિકા ભજવશે. તેમની સાથે વોશિગ્‍ટન સુંદર અથવા નીતિશ કુમાર રેડ્ડી માંથી કોઈ એકને તક મળી શકે છે. સ્‍પિનર તરીકે કુલદીપ યાદવ ટીમની પહેલી પસંદ રહેશે.

ભારતની પેસ એટેકની આગેવાની મોહમ્‍મદ સિરાજ કરશે. તેમની સાથે ડાબા હાથના ફાસ્‍ટ બોલર અર્શદીપ સિહ અને યુવા બોલર હર્ષિત રાણાને પ્‍લેઈંગ-૧૧માં સ્‍થાન મળી શકે છે. જસપ્રીત બુમરાહને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્‍યો હોવાથી આ બોલરો પર મોટી જવાબદારી રહેશે.

પ્રથમ વનડે માટે ભારતની સંભવિત પ્‍લેઈંગ-૧૧: શુભમન ગિલ (કેપ્‍ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્‍યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્‍દ્ર જાડેજા, વોશિંગ્‍ટન સુંદર / નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, મોહમ્‍મદ સિરાજ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

(12:17 PM IST)