<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સોમનાથ સ્વાભિમાન પર્વ રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિક : શિક્ષણ મંત્રી ડૉ. પ્રઘુમન વાજા અને કાયદો તથા ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ૭૨ કલાકના અખંડ ૐકાર જાપમાં ભાવપૂર્વક સહભાગી થયા

રાજકોટના ધારાસભ્ય દર્શિતાબહેન શાહએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા : જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કારડીયાએ પણ અખંડ જાપમાં ભાગ લીધો

ગીર સોમનાથ, તા.૧૦ : સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રઘુમન ભાઈ વાજા તથા કાયદો અને ઉર્જા રાજ્ય મંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ ઋષિકુમારો દ્વારા યોજાઈ રહેલા ૭૨ કલાકના અખંડ “ૐકાર જાપ”માં ભાવપૂર્વક સહભાગિતા નોંધાવી હતી.

    આ અવસરે મંત્રીશ્રીઓ સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ અખંડ જાપમાં ભાગ લીધો હતો. 

મહાનુભાવોએ શ્રી સોમનાથ મહાદેવના પાવન દર્શન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.આ ઉપરાત રાજકોટના ધારાસભ્ય દર્શિતા બહેન શાહ એ પણ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત આ આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા શ્રદ્ધા, સંસ્કૃતિ અને સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

 

(2:27 PM IST)