સંઘનું શતાબ્દી વર્ષઃ નરેન્દ્રભાઈ સાથેના ગુજરાતના પ્રચારકોના યાદગાર તસ્વીરી સંસ્મરણો

રાજકોટઃ પુરા ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૦૦વર્ષ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે વર્ષો સુધી કામ કરેલ છે તેવા પ્રચારકો કશાયની અપેક્ષા વગર જીવન ખપાવી દેવાની આ ઉજવળ પરંપરા વિશે સમાજમાં બહુ ઓછા ને ખબર છે કે જીવનની પ્રત્યક્ષ ક્ષણ અને શરીરના પ્રત્યેક કણ માતૃભૂમિ ની સેવામાં આહુતી કરી દેનાર આવા સમાજના શિલ્પીઓની ભાગ્યે જ નોંધ લેવાય છે પરંતુ તેમની સુવાસ આજે પણ પ્રસરી રહી છે ક્યારેક આવા જીવનની સ્મૃતિઓ વાગોળવાથીપણ નવી પ્રેરણા મળતી હોય છે,
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ ઉત્તમ વકતાઓની હરોળમાં સ્થાન મેળવેલ છે અને તેઓમાં અનેક વિવિધતાનો સંગમ કુશળ વહિવટ કર્તા કુશાગ્ર રાજનીતિજ્ઞ કવિ વાર્તાકાર લેખક આવી અનેક વિશેષતાઓ છે. તેઓએ ચોક્કસ વિચારો સાથેની તેમની ચિતન સાધના દ્વારા કલમ દ્વારા ઓળખાણ આપી છે. પચ્ચીસ વર્ષની ઉંમરે લોકશાહીને બચાવવા અલૌકિક રાષ્ટ્ર ભાવનાની છણાવટ ‘સંઘર્ષમાં ગુજરાત' તેમજ ‘સેતુબંઘ' ‘પત્રરૂપ ગુરૂજી' ‘તપ વંદના' ‘ગુરૂજી એક સ્વયંસેવક' તેમજ ‘કેળવે તે કેળવણી', ‘આચાર્ય ધર્મ ‘આંખ આ ધન્ય છે' અને ‘જયોતિપુંજ' વગેરે પુસ્તકો દ્વારા રાષ્ટ્રીય રાજકીય સામાજીક સમસ્યા ઈતિહાસ પરંપરા વગેરે મુલ્યો અને ઋષિતુલ્ય મહાપુરૂષોને અનોખી અંજલી આપી પોતે મહાન સરસ્વતી સાધક સાબીત થયેલ છે.
સંઘ પરિવારની ગુજરાત પ્રાંતની ટીમ સાથે નરેન્દ્રભાઈ મોદીની તસ્વીરી ઝલક આ મુજબ છે.
૧) સ્નેહ, વત્સલતા, અને આદરના હૃદયંઞમ ભાવોની અભિવ્યક્તિ યુવા નરેન્દ્ર મોદી શ્રદ્ધેય વકીલ સાહેબ(૨) ગુજરાત સંગઠનના માહિર સ્વ. ચીમનભાઈ શુકલને શ્રદ્ધાંજાલિ અર્પણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી (૩) રાષ્ટ્રજીવનના શિલ્પી, સહકાર ભારતીના સ્થાપક શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ)ને શ્રદ્ધાંજાલિ અર્પણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી (૪) ગુજરાત સંધ કાર્યકર્તા પ્રચારક વિસ્તારોકો સાથે મધ્યમાં બાબુભાઈ ઓઝા વકીલ સાહેબ ડો. અમૃતભાઈ કડીવાલા, શ્રી પ્રવીણ કાકા (૫) સેતુબંધ પ્રકાશન પ. પૂ. સર સંઘચાલક શ્રી સુદર્શનજી વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈ લેખક અને પ્રકાશક શ્રી નરેન્દ્ર ભાઈ મોદી(૬) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી,કેશવરાવ દેશમુખ ડો. રાજેન્દ્ર શાહ યાદવરાવ જોશી વકીલસાહેબ નારાયણ ભંડારી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી. ૩) સ્નેહ વર્ષાવતા ઋષિતુલ્ય મા. શ્રી વકીલ સાહેબ અને શ્રી નરેન્દ્રભાઈ મોદી. ૪) મા. શ્રી વકીલ સાહેબ શ્રી મધુભાઈ કુલકર્ણી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ) શ્રી ગૌમતભાઈ ભટ્ટ શ્રી બચુભાઈ ભગત શ્રી બાબુભાઈ ઓઝા મા. શ્રી વકીલ સાહેબ શ્રી અમૃતભાઈ કડીવાલા શ્રી પ્રવીણકાકા મણીઆર અને શ્રી નરેન્દ્રભાઈ મોદી. ૬) શ્રી હરીશભાઈ રાવલ શ્રી શાંતીભાઈ ભટ્ટ શ્રી લાલજીભાઈ પટેલ મા. શ્રી વકીલ સાહેબ શ્રી કાશીનાથજી શ્રી અનંતરાવજી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મા. શ્રી નટવરસિહ બાપુ. ૭) સોમનાથ ખાતે ગુજરાત પ્રાંત સંઘ કાર્યાલય ટોળી શ્રી બાબુભાઈ ઓઝા મા. શ્રી. વકીલ સાહેબ શ્રી અમૃતભાઈ કડીવાલા શ્રી ગૌતમભાઈ ભટ્ટ શ્રી પ્રવીણકાકા મણીઆર શ્રી પ્રવીણભાઈ ઓતીયા શ્રી નટવરસિહજી વાઘેલા અને શ્રી નરેન્દ્રભાઈ મોદી.
સંકલનઃ જયેશ સંઘાણી, સંગઠન પ્રમુખ, સહકાર ભારતી, રાજકોટ. મો.૯૪ર૮ર ૦૦પર૦









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
