<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિર પરિસરમાં ભાવપૂર્વક ૐકાર જાપ કરતા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી

સોમનાથ મંદિર પરિસરમાં બેસી ને સોમનાથની આધ્યાત્મિક ચેતનાને અનુભવતા ભાવપૂર્વક ૐકાર જાપ પણ કર્યા : તેમની સાથે પરિવાર પણ સહભાગી થયો

ગીર સોમનાથ તા. ૧૦ :  રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શ્રી, સોમનાથ મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા  અનુભવી હતી. 

        આ સાથે જ મંત્રીશ્રી એ સોમનાથ મંદિર પરિસરમાં બેસી ને સોમનાથની આધ્યાત્મિક ચેતનાને અનુભવતા ભાવપૂર્વક ૐકાર જાપ પણ કર્યા હતા  જેમાં તેમની સાથે  પરિવાર પણ સહભાગી થયો હતો.

       સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રી સોમનાથ મહાદેવના પાવન મંદિર પરિસરમાં ઋષિકુમારો દ્વારા ૭૨ કલાકના અખંડ “ૐકાર જાપ” યોજાઈ  રહ્યા છે. 

       સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત આ આધ્યાત્મિક અનુષ્ઠાન દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિ, શ્રદ્ધા અને રાષ્ટ્ર સ્વાભિમાનની ભાવનાને નવી દિશા મળી રહી છે.

       ઉલ્લેખનીય છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાતા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે, જેનાથી સોમનાથની આધ્યાત્મિક મહત્તા વધુ ઉજાગર થઈ રહી છે.

(3:42 PM IST)