<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

વાયબ્રન્‍ટમાં ૩૦ દેશના ઝવેરીઓ તથા ૩પ૦ થી વધુ વિદેશી પ્રતિનિધિઓ સામેલઃ ફેકટરીઓની મુલાકાત લેશે

 

રાજકોટ, તા., ૧૦: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ વિકસીત ભારત ર૦૪૭ વિઝનને સમર્થન આપવા માટે ગુજરાત સરકાર રાજકોટમાં વાઇબ્રન્‍ટ ગુજરાત પ્રાદેશીક પરીષદનું આયોજન કરી રહી છે.

કલેકટર કચેરીના સુત્રોના કહેવા મુજબ ૩૦ દેશોના ઝવેરીઓ અને ૩પ૦ થી વધુ વિદેશી પ્રતિનિધિઓ હાજરી આપી તેવી અપેક્ષા છે. પ્રથમ વખત વિદેશી ખરીદદારો રાજકોટમાં ૧૮ ફેકટરીઓની મુલાકાત લેશે અને જવેલરી કાસ્‍ટીંગ, ડિઝાઇન અને હાથથી બનાવેલા ઝવેરાત જોશે. આનાથી રાજકોટના જવેલરી ઉદ્યોગને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે માન્‍યતા મળશે.

(4:11 PM IST)