News of Saturday, 10th January 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત : સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સહભાગી : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ ઉત્સાહભેર આવકાર
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાઅધિકારી-અધિકારીઓએ આવકાર્યાં

ગીર સોમનાથ-જૂનાગઢ તા.૧૦
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીશ્રીઓએ કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર આવકારી ભાવભેર સ્વાગત કર્યું હતું
સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના સ્થાનિક મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
