ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગમાંના આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનર્નિમાણને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો સંદેશ...

तं सोमनाथं शरणं प्रपद्ये
ભારતની સંસ્કૃતિને પુનઃ એકવાર ભવ્યતાથી ન કેવળ ભારતમાં પરંતુ પૂરા વિશ્વમાં પ્રગટ કરનાર દિવ્ય અને ભવ્ય વર્તમાન સોમનાથ મંદિરને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે. હજારો વર્ષ પહેલાનો એક ઈતિહાસ જેમાં વિદેશી અસહિષ્ણુ અને લાલચુ આક્રમણખોરોએ સોમનાથના મંદિરને તોડ્યુ સોમનાથની સંપત્તિને લૂંટી પણ લાખો કરોડો સનાતનીઓની શ્રદ્ધા અને એની આસ્થાને કોઈ તોડી શક્યુ નથી અને તોડી શકશે પણ નહીં. એ જ આસ્થા અને શ્રદ્ધાના બળે મુનશીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોના સંકલ્પથી સોમનાથનું પુનઃ એકવાર દિવ્ય અને ભવ્ય મંદિર સનાતનધર્મની ગાથાને પ્રગટ કરતુ ગૌરવભેર ઊભું છે અને એના ઊંચા શિખર ઉપર એ ધજા લહેરાઈ રહી છે.
ભગવાન શિવ પ્રલયકંર છે અને છતાં
कर्पूरगौरं करुणावतारम् કહીને આપણે એમને કરુણાવતાર પણ કહીએ છીએ. અહલ્યાબાઈ હોળકર દ્વારા સ્થાપિત અને ભગવાન સોમનાથ મહાદેવની પૂજા નિરંતર ચાલતી રહે એ માટે સેંકડો વર્ષો સુધી સનાતની ધર્માવલંબી હિન્દુઓએ મંદિરમાં પૂજા કરી અને આજે પણ ભગવાન શિવના ઉપર પૂજન અને અભિષેક થાય છે. વર્તમાન મંદિર એક નવી વ્યવસ્થા સાથે નવા રુપરંગ સાથે હવે લાખો-લાખો દર્શનાર્થીઓ રોજ સમાવી રહ્યુ છે. દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે અને એક સુંદર વ્યવસ્થા સાથે સોમનાથ ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે.
આ અવસરે ભારતના યશસ્વી અને તપસ્વી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે પધારી રહ્યા છે સોમનાથમાં અને એમનું નેતૃત્વ અને માર્ગદર્શન ટ્રસ્ટને પ્રાપ્ત થઈ રહ્યુ છે. સોમનાથની અંદર સંસ્કૃત યુનિવર્સિટી પણ છે અને સંસ્થા દ્વારા સંસ્કૃત પાઠશાળા પણ ચાલી રહી છે. ત્યારે ઈતિહાસને આપણે ક્યારેય ભૂલવો ન જોઇએ અને ઈતિહાસથી શીખીને આપણે જગતની સામે એક વસ્તુ સાબિત પણ કરી છે કે હિન્દૂઓની સનાતનીઓની આસ્થાને કોઈ નહીં તોડી શકે અને મૂર્તિ તોડવાથી આત્મા એ જો અવિનાશી છે, એને કોઈ સુકવી શકતુ નથી, એને કોઈ કાપી શકતું નથી, એને અગ્નિ બાળી શકતો નથી, તો આ તો પરમાત્માની વાત છે. वन्दे देवउमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् જગતનું કારણ કહેવાય છે એવા ભગવાન શિવજી સ્વયં મૃત્યુંજય છે એને તો કોણ તોડી શકે? સવાલ જ નથી લોકોની આસ્થાને પણ કોઈ તોડી ન શકે એ મજબુત આસ્થાનું પ્રતીક ભવ્ય અને દિવ્ય સોમનાથનું મંદિર ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યુ છે ત્યારે ખુબ ગૌરવ સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે એના ઊંચા શિખર પર લહેરાતી ધજા એ સનાતનનો સંદેશો અને વિશ્વબંધુત્વની ભાવના સમગ્ર વિશ્વને ગાઈ-બજાવીને કહી રહી છે.
ખુબ ખુબ આનંદ અને ગૌરવનો અનુભવ થાય છે. ભારતના યાત્રાધામો પ્રાચીન યાત્રાધામો ખુબ સરસ રીતે વિકાસ કરી રહ્યા છે. લોકોની આસ્થાના કારણે લાખો-કરોડો લોકો પ્રત્યેક વર્ષે દર્શનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ અવસરે સોમનાથ ભગવાનના ચરણોમાં વંદન. સૌને જય સોમનાથ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
