News of Saturday, 10th January 2026
ઈરાનમાં આરપારનો જંગ: પૂર્વ શાહના પુત્રની ગર્જના - "હવે રસ્તા નહીં, શહેરો કબજે કરો", તેલ-ગેસ ક્ષેત્રમાં હડતાળથી શાસન હચમચ્યું
આયાતુલ્લા ખામેની વિરુદ્ધના આંદોલનમાં ૧૩મા દિવસે લોહીની નદીઓ વહી: ૨૧૭થી વધુના મોત બાદ દેશનિકાલ કરાયેલા પ્રિન્સ રેઝા પહલવીએ ઈરાનીઓને અંતિમ યુદ્ધ માટે લલકાર્યા : તેહરાન સહિત ૧૮૦ શહેરોમાં ધરપકડનો દોર છતાં પ્રજા બેકાબૂ

તેહરાન: ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિના પાયા અત્યારે હચમચી રહ્યા છે. ૧૯૭૯ની ક્રાંતિ બાદ દેશનિકાલ કરાયેલા ઈરાનના ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ વિદેશથી એક મોટો રાજકીય દાવ ખેલતા ઈરાની જનતાને સીધી અપીલ કરી છે કે હવે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી કશું વળશે નહીં, પરંતુ દેશના મુખ્ય શહેર કેન્દ્રો પર ભૌતિક કબજો જમાવવો પડશે. પહલવીએ તેલ, ગેસ અને ઊર્જા ક્ષેત્રના કામદારોને કામ બંધ કરીને અર્થતંત્રને ઠપ્પ કરી દેવાનું આહ્વાન કર્યું છે. તેમણે આ ક્ષેત્રોને આંદોલનની ‘કરોડરજ્જુ’ ગણાવતા કહ્યું છે કે જો અર્થતંત્રના પૈડાં થંભી જશે, તો ખામેની શાસન પાસે શરણાગતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. આ નિવેદને સળગતા ઈરાનમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
તેહરાન સહિત સમગ્ર દેશમાં અત્યારે પરિસ્થિતિ લોખંડી હાથ નીચે છે છતાં વિરોધ પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યા. અત્યાર સુધીમાં તેહરાનની માત્ર છ મુખ્ય હોસ્પિટલોમાં જ ૨૧૭ લોકોના મોતના અહેવાલ છે, જે દર્શાવે છે કે સૈન્ય કાર્યવાહી કેટલી હિંસક છે. ૧૮૦થી વધુ શહેરોમાં ૨,૩૦૦થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ છે. તેમ છતાં, મશહદ જેવા ધાર્મિક શહેરોમાં પણ લોકો "જાવિદ શાહ" (શાહ અમર રહો) ના નારા લગાવી રહ્યા છે, જે ૧૯૭૯ પહેલાની રાજાશાહી પરત લાવવાની લોકોની સુપ્ત ઈચ્છા દર્શાવે છે. પ્રદર્શનકારીઓએ હવે ખુલ્લેઆમ "ગાઝા નહીં, લેબનોન નહીં, મારો જીવ ઈરાન માટે" ના સૂત્રોચ્ચાર કરીને સરકારની વિદેશ નીતિને પણ નકારી દીધી છે.
આ સંઘર્ષ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વેગ પકડી રહ્યો છે. રેઝા પહલવીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધા હસ્તક્ષેપ માટે વિનંતી કરી છે, જેથી ઈરાની જનતાને આ દમનકારી શાસનમાંથી મુક્તિ મળી શકે. બીજી તરફ, ૮૬ વર્ષીય સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનીએ આ આંદોલનને બાહ્ય ષડયંત્ર ગણાવીને ઝૂકવાનો ઇનકાર કર્યો છે. રશિયા અને ચીન સાથે ઈરાનના વધતા લશ્કરી સંબંધો વચ્ચે દેશની અંદર ફાટી નીકળેલો આ બળવો કિમ જોંગ ઉન કે પુતિન જેવા નેતાઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. જો પ્રિન્સ પહલવીની અપીલ મુજબ તેલ ક્ષેત્રમાં હડતાળ સફળ રહેશે, તો આગામી થોડા દિવસો ઈરાનના ઈતિહાસમાં સૌથી મોટા
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
