News of Saturday, 10th January 2026
પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 'શિવ ભજનોથી' ઉષ્માપૂર્વક આવકારતી મહિલા ધૂન મંડળી
કરતાલ -મંજીરા જેવા તાલવાદ્યોના સથવારે ભજન-કીર્તનથી સમગ્ર પટાંગણ શિવમય બન્યું

'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત પ્રભાસ ક્ષેત્રની પાવનભૂમિ પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને અમદાવાદની ધૂન મંડળીના ૪૫૦ જેટલી મહિલાઓ દ્વારા 'શિવ ભજનોથી' ઉષ્માપૂર્વક આવકાર આપવામાં આવ્યો હતો.
સોમનાથ મંદિરના વિશાળ પટાંગણમાં વડાપ્રધાનના આગમન સમયે ૪૫૦ જેટલા બહેનો દ્વારા ચાલતા અખંડ ભજન-કીર્તન સાથે શિવમય વાતાવરણમાં ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
આમ, વડાપ્રધાનના મંદિર આગમન સમયે કરતાલ-મંજીરા જેવા તાલવાદ્યોના સથવારે ભજન-કીર્તનથી સમગ્ર પટાંગણ શિવમય બન્યું હતું.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
