અયોધ્યા રામ મંદિરમાં કાશ્મીરી શખ્સની શંકાસ્પદ હરકત: પરિસરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કરતા મચ્યો હડકંપ, આધાર કાર્ડથી ખુલ્યું શોપિયાના ‘સફરજન ખેડૂત’નું રહસ્ય
9 મહિનામાં બીજી વાર સુરક્ષા એજન્સીઓને પડકારવાની કોશિશ; દર્શનના બહાને અંદર ઘૂસીને માહોલ બગાડવાનું ષડયંત્ર કે કંઈક બીજું? SSF અને ગુપ્તચર વિભાગે આતંકી કનેક્શન અને સુરક્ષા પરીક્ષણના પાસા પર શરૂ કરી તપાસ

અયોધ્યા:અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ અહીં નતમસ્તક થવા આવી રહ્યા છે. પરંતુ, આ પવિત્ર વાતાવરણની વચ્ચે કેટલીક એવી ઘટનાઓ બની રહી છે જેણે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. શનિવારે અયોધ્યા રામ જન્મભૂમિ સંકુલમાં એક કાશ્મીરી મુસ્લિમ વ્યક્તિએ નમાઝ પઢવાનો પ્રયાસ કરતા સુરક્ષાકર્મીઓ એલર્ટ થઈ ગયા હતા અને તેની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી.
પકડાયેલા વ્યક્તિની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી 56 વર્ષીય અબી અહદ શેખ તરીકે થઈ છે. તેની પાસેથી મળી આવેલા આધાર કાર્ડ અને દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે તે કાશ્મીરમાં સફરજનની ખેતી કરે છે. શરૂઆતની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે માત્ર એક પ્રવાસી તરીકે અહીં આવ્યો હતો અને અગાઉ અમૃતસર સહિતના ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ ચૂક્યો છે. જોકે, મંદિર પરિસરમાં નમાઝ પઢવાના તેના પ્રયાસે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રામ મંદિર સંકુલમાં આ પ્રકારની આ બીજી ઘટના છે. અગાઉ 3 મે, 2025 ના રોજ નાગપુરની સિરીન ફરીદ નામની મહિલાએ પણ ગર્ભગૃહ નજીક નમાઝ પઢવાની કોશિશ કરી હતી. એ વખતે તેને માનસિક બીમાર ગણીને છોડી દેવામાં આવી હતી. પરંતુ 9 મહિનાના ટૂંકા ગાળામાં જ ફરીથી આવી ઘટના બનતા સુરક્ષા એજન્સીઓ તેને ‘સામાન્ય’ માનવા તૈયાર નથી. શું આ સુરક્ષા વ્યવસ્થાને ચકાસવા માટે આતંકવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલું કોઈ ‘ટેસ્ટિંગ’ છે? તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (SSF) ના જવાનોએ અહદ શેખની શંકાસ્પદ હિલચાલ જોઈને તેને તુરંત પકડી લીધો હતો. રામ મંદિરના દરવાજા દરેક ધર્મના લોકો માટે દર્શન માટે ખુલ્લા છે, પરંતુ ત્યાં અન્ય ધર્મની પૂજા પદ્ધતિ અથવા નમાઝ પઢવાની સખત મનાઈ છે. એજન્સીઓ તપાસ કરી રહી છે કે અહદ શેખનો અસલી ઈરાદો માત્ર પૂજાનો હતો કે પછી જાણીજોઈને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
: જોકે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ સમુદાયે રામ મંદિરને સ્વીકારીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, છતાં કેટલાક તત્વો વારંવાર આવી હરકતો કરીને તણાવ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. અયોધ્યા પોલીસ અને ગુપ્તચર વિભાગ અત્યારે અહદ શેખના મોબાઈલ લોકેશન, તેના સંપર્કો અને છેલ્લા કેટલાક દિવસોની ગતિવિધિઓની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. અયોધ્યામાં અત્યારે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે અને દરેક યાત્રાળુ પર કડક નજર રાખવામાં આવી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
