<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી : શૌર્ય યાત્રામાં લોકોનો અનેરો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, પીએમ મોદીએ મંત્રો ઉચ્ચાર સાથે ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો પીએમ મોદીએ વિશેષ પૂજા કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે ભવ્ય 'શૌર્ય યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં ભારતના શૌર્ય, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે 108 તાલીમબદ્ધ અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સોમનાથમાં શંખ સર્કલથી હમીરજી ગોહિલના સ્ટેચ્યૂ સુધીના અંદાજે 2 કિમી લાંબા રૂટ પર યોજાયેલી આ યાત્રામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો  આ ભવ્ય રૂટ પર વડાપ્રધાન મોદી જનમેદનીનું અભિવાદન ઝીલી હતું  તે વેળાની તસ્વીર નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )


 

(11:25 PM IST)