<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

શિવભક્તોની ભીડ : શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી

સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લાંબી પૂજા કરી. આ પ્રસંગે, પીએમ મોદીએ હાથ ઊંચા કરીને “હર હર મહાદેવ” ના નારા લગાવ્યા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો, જે મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને સમર્પિત છે. શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રાનો કાઢવામાં આવી હતી. જેમાં તેઓ જોડાયા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરી. પીએમ મોદીએ ભગવાન શિવને દૂધ સ્નાન કરાવ્યું. તેમણે સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લાંબી પૂજા કરી. આ પ્રસંગે, પીએમ મોદીએ હાથ ઊંચા કરીને “હર હર મહાદેવ” ના નારા લગાવ્યા.

(11:27 PM IST)