<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

હવે કેરળમાં ખીલશે કમળ : માત્ર ભાજપ જ રાજ્યને સુરક્ષા અને વિકાસ આપી શકે;અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો મોટો દાવો : કહ્યું -આસામ અને ઉત્તર પ્રદેશની જેમ કેરળમાં પણ ભાજપ ટૂંક સમયમાં સરકાર બનાવશે.

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કેરળમાં ભાજપના વધતા વર્ચસ્વ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભલે કેરળમાં ભાજપનો માર્ગ સરળ રહ્યો નથી, પરંતુ પાર્ટી સતત મજબૂત થઈ રહી છે અને હવે રાજ્યમાં સરકાર બનાવવા તરફ મક્કમતાથી આગળ વધી રહી છે. અમિતભાઇ શાહે વધુમાં કહ્યું કે, જે રીતે ઉત્તર પ્રદેશ અને આસામમાં ભાજપે પરિવર્તન આણ્યું છે, તે જ કહાણી હવે કેરળમાં દોહરાવાશે.

નોંધનીય છે કે LDF અને UDF પર 'મેચ ફિક્સિંગ'નો આરોપ કેરળમાં સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓને સંબોધતા અમિતભાઈ  શાહે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને "મેચ ફિક્સિંગ" માં સામેલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ ગઠબંધન કેરળનો વિકાસ કે સુરક્ષા સુનિશ્ચિત કરી શકે તેમ નથી

આસામ, મણિપુર અને UPના ઉદાહરણોથી કાર્યકરોમાં ભર્યો જોશ ગૃહમંત્રીએ કાર્યકરોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ભાજપ એક સમયે આસામમાં માત્ર બે બેઠકો જીતતું હતું, આજે ત્યાં બીજી વાર સરકાર છે. મણિપુરમાં ક્યારેય ખાતું નહોતું ખુલ્યું, ત્યાં પણ આજે ભાજપ સત્તામાં છે. ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાં પણ સખત મહેનતના જોરે ભાજપે સત્તા હાંસલ કરી છે. અમિતભાઈ  શાહે દાવો કર્યો કે ભાજપનું લક્ષ્ય 2047 સુધીમાં 'વિકસિત ભારત' સાથે કેરળમાં પણ ભાજપનો મુખ્યમંત્રી જોવાનું છે.

કેરળની ઓળખ અને સુરક્ષાનું રક્ષણ અમિતભાઈ  શાહે સ્વીકાર્યું કે કેરળમાં કમળ ખીલવવું પડકારજનક હતું, પરંતુ લાખો સમર્પિત કાર્યકરોની મહેનત હવે રંગ લાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપનું અંતિમ લક્ષ્ય કેરળને રાષ્ટ્રવિરોધી શક્તિઓથી બચાવવાનું અને રાજ્યની સદીઓ જૂની શ્રદ્ધા અને ઓળખનું રક્ષણ કરવાનું છે.

(11:36 PM IST)