હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદ માટે ગૌરવની ક્ષણ : ધો -7 થી 12ના વિદ્યાર્થીઓએ બનાવેલ ઉપગ્રહ ‘સંસ્કારસેટ-1’ નું કાલે ઈસરો કરશે લોન્ચિંગ
સંસ્કારધામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વર્ગખંડની સીમાઓ પાર કરી અંતરિક્ષ સુધી ઝંપલાવ્યું : 15 જેટલા વિદ્યાર્થીઓએ પોતે જ ડિઝાઇન કરી અને પરીક્ષણ કરેલો વિદ્યાર્થી ઉપગ્રહ 'સંસ્કાર સેટ-1'લોન્ચ થશે

અમદાવાદ: કાલે એક એક ગૌરવસભર ક્ષણ બનશે સંસ્કાર ધામ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ વર્ગખંડની સીમાઓ પાર કરી અંતરિક્ષ સુધી ઝંપલાવ્યું છે. અમદાવાદ સ્થિત સંસ્કાર ધામનાં ધોરણ 7થી 12 સુધીના માત્ર 15 વિદ્યાર્થીઓએ પોતે જ ડિઝાઇન કરી અને પરીક્ષણ કરેલો વિદ્યાર્થી ઉપગ્રહ 'સંસ્કાર સેટ-1' હવે ISRO દ્વારા આવતીકાલે અંતરિક્ષમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.
આ એક અનોખી અને દુર્લભ સિદ્ધિ છે, કારણ કે વિદ્યાર્થીઓએ એક વાસ્તવિક ઉપગ્રહ મિશન પર શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે કામ કર્યું છે. સંસ્કાર સેટ-1 એક નાનો ક્યુબસેટ છે, જે મુખ્યત્વે શૈક્ષણિક અને પ્રયોગાત્મક હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે. આ ઉપગ્રહ દ્વારા વિદ્યાર્થીઓ ઉપગ્રહ અને પૃથ્વી વચ્ચેના સંચાર, ડેટા પ્રાપ્તિ અને વિશ્લેષણ જેવી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાઓને વાસ્તવિક રીતે સમજશે.
વિદ્યાર્થીઓએ કૃષિ અને હવામાન નિરીક્ષણ માટે કેમ્પસમાં એક સ્વસંચાલિત હવામાન મથક પણ સ્થાપિત કરી તેનું સંચાલન કર્યું છે, જેના દ્વારા રિયલ-ટાઇમ ડેટા એકત્ર કરવામાં આવ્યો. ડિઝાઇન, ફેબ્રિકેશન, મિશન પ્લાનિંગ, એસેમ્બલી, ઇન્ટિગ્રેશન, ટેસ્ટિંગ અને ક્વોલિટી અશ્યોરન્સ જેવી વિવિધ ટીમોમાં વિભાજિત થઈ વિદ્યાર્થીઓએ (Students of Sanskardham) જે રીતે કામ કર્યું છે, તે નવી પેઢી માટે પ્રેરણારૂપ છે અને ભારતના ભવિષ્યના અંતરિક્ષ વિજ્ઞાન માટે આશાનું પ્રતિક બની રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
