News of Monday, 12th January 2026
પાકિસ્તાન સાથે યુદ્ધ થવાનું જોખમ હાલમાં ‘ખૂબ જ વધારે’: વેસ્ટર્ન કમાન્ડના વડાની ગંભીર ચેતવણી
જો સંઘર્ષ થશે તો તે કદાચ સીમિત સ્વરૂપનો નહીં હોય, પરંતુ તેનું વ્યાપક સ્વરૂપ જોવા મળી શકે

ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડના વડાએ પાકિસ્તાન સરહદે પ્રવર્તમાન તંગદિલી અંગે મોટું નિવેદન આપતાં કહ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ થવાનું જોખમ હાલમાં ખૂબ જ ઉચ્ચ સ્તરે છે.
એક કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડના ચીફે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પાડોશી દેશ પાકિસ્તાન સાથેના સંબંધો અને સરહદી ગતિવિધિઓને જોતા યુદ્ધનું જોખમ ‘ખૂબ જ વધારે’ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો સંઘર્ષ થશે તો તે કદાચ સીમિત સ્વરૂપનો નહીં હોય, પરંતુ તેનું વ્યાપક સ્વરૂપ જોવા મળી શકે છે. આ નિવેદન સરહદ પરની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને પાકિસ્તાન તરફથી થતી સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓના સંદર્ભમાં ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
