News of Monday, 12th January 2026
યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા દ્વારા એલન મસ્કની ‘એક્સ’ પર પ્રતિબંધ મુકવા માટે સંયુક્ત વ્યૂહરચના વિચારણા હેઠળ
આ ત્રણેય દેશો સંયુક્ત રીતે પ્રતિબંધ લાદશે તો તે સોશિયલ મીડિયાના ઇતિહાસમાં એક મોટી ઘટના ગણાશે અને અન્ય દેશો પણ તેનું અનુકરણ કરી શકે

નવી દિલ્હી : વિશ્વના ત્રણ મોટા દેશો - બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) સામે કડક પગલાં લેવા માટે સંકલિત યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલો છે.
ટેકનોલોજી જગતમાં મોટા સમાચાર સામે આવ્યા છે કે યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારો એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સંભવિત પ્રતિબંધ અથવા કડક નિયંત્રણો લાદવા માટે એકસૂત્રતા સાધી રહી છે.
આ પગલાં પાછળ પ્લેટફોર્મ પર ફેલાતી ખોટી માહિતી, હેટ સ્પીચ અને ડેટા સુરક્ષાને લગતી ચિંતાઓ હોવાનું માનવામાં આવે છે. જો આ ત્રણેય દેશો સંયુક્ત રીતે પ્રતિબંધ લાદશે તો તે સોશિયલ મીડિયાના ઇતિહાસમાં એક મોટી ઘટના ગણાશે અને અન્ય દેશો પણ તેનું અનુકરણ કરી શકે છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
