હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th January 2026
ઈન્દોરમાં ’એઆઈ વોઈસ ક્લોનિંગ’થી ડિજિટલ લૂંટ: શિક્ષિકાએ પિતરાઈ ભાઈ સમજીને ૯૭,૫૦૦ રૂપિયા ગુમાવ્યા
ઠગબાજોએ એઆઈ દ્વારા શિક્ષિકાના પિતરાઈ ભાઈના અવાજની હૂબહૂ નકલ કરીને ફોન કર્યો હતો અને મેડિકલ ઈમરજન્સીનું બહાનું બતાવી પૈસાની માંગણી કરી હતી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો દુરુપયોગ કરીને છેતરપિંડીનો વધુ એક કિસ્સો ઈન્દોરમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક શિક્ષિકા સાથે અવાજની નકલ કરીને છેતરપિંડી કરવામાં આવી હતી.
ઈન્દોરની એક સ્કૂલ ટીચરને સાયબર ગઠિયાઓએ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિશાન બનાવી હતી. ઠગબાજોએ એઆઈ દ્વારા શિક્ષિકાના પિતરાઈ ભાઈના અવાજની હૂબહૂ નકલ કરીને ફોન કર્યો હતો અને મેડિકલ ઈમરજન્સીનું બહાનું બતાવી પૈસાની માંગણી કરી હતી.
અવાજ ઓળખીતા લાગતાં શિક્ષિકાએ વિશ્વાસ મૂકીને ૯૭,૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ એક ‘વોઈસ ક્લોનિંગ’ સ્કેમ હતું. નિષ્ણાતોના મતે ભારતમાં આવા એઆઈ આધારિત કૌભાંડોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
