News of Monday, 12th January 2026
નાસા ૧૪ જાન્યુઆરીએ સ્પેસ સ્ટેશન પરથી ક્રૂ-૧૧ અવકાશયાત્રીઓને પરત લાવશે: સ્પેસ-એક્સની મદદ લેવાશે
ખરાબ હવામાન અથવા ટેકનિકલ કારણોસર અગાઉ વિલંબ થયા બાદ હવે અવકાશયાત્રીઓની સુરક્ષિત વાપસી માટે તૈયારીઓ પૂર્ણ

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવા માટે નાસાએ ૧૪ જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે, જેમાં સ્પેસ-એક્સના ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ થશે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મિશન પૂર્ણ કરનાર સ્પેસ-એક્સ ક્રૂ-૧૧ના સભ્યોને બહાર કાઢવાની પ્રક્રિયા ૧૪ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં એલન મસ્કની કંપની સ્પેસ-એક્સ મહત્વની ભૂમિકા ભજવશે.
ખરાબ હવામાન અથવા ટેકનિકલ કારણોસર અગાઉ વિલંબ થયા બાદ હવે અવકાશયાત્રીઓની સુરક્ષિત વાપસી માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ મિશન ભવિષ્યના માનવ અવકાશ મિશન માટે ડેટા એકત્ર કરવામાં પણ મદદરૂપ થશે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
