<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું: રાજસ્થાનના ફતેહપુરમાં પારો માઈનસ ૩.૪ ડિગ્રી અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં માઈનસ ૨૨ ડિગ્રીએ પહોંચ્યો

ખુલ્લામાં પડેલી ગાડીઓ પર બરફની ચાદર જામી ગઈ: આ કાતિલ ઠંડીને કારણે ૫ જિલ્લાઓમાં નદી અને ઝરણાં થીજી ગયા: રાજધાની દિલ્હીમાં પણ આગામી બે દિવસ સુધી ભીષણ શીતલહેરની ચેતવણી જારી

 

 

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો કહેર યથાવત રહ્યો છે. પહાડી રાજ્યોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં શીતલહેર ફરી વળી છે. રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે.

હવામાન વિભાગ અને પ્રાપ્ત અહેવાલો અનુસાર, ગઈકાલે રવિવારે રાજસ્થાનના ફતેહપુરમાં તાપમાન માઈનસ ૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે ખુલ્લામાં પડેલી ગાડીઓ પર બરફની ચાદર જામી ગઈ હતી. બીજી તરફ, ઉત્તરાખંડના ઊંચા પહાડી વિસ્તારોમાં તાપમાન માઈનસ ૨૨ ડિગ્રી સુધી નીચું ગયું છે. આ કાતિલ ઠંડીને કારણે ૫ જિલ્લાઓમાં નદી અને ઝરણાં થીજી ગયા છે. 

 

દેશની રાજધાની દિલ્હીમાં પણ આગામી બે દિવસ સુધી ભીષણ શીતલહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. ઠંડીના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે અને વાહનવ્યવહાર પર પણ તેની અસર જોવા મળી છે.

(9:35 AM IST)