<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

જો અમેરિકાએ ઈરાનમાં દખલગીરી કરી તો મધ્યપૂર્વમાં આવેલ યુએસના તમામ સૈન્ય મથકો નિશાન પર: ઈરાનની ખુલ્લી ચેતવણી

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ઉગ્ર બન્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાને વળતો પ્રહાર કરતા અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

 

ઈરાની સંસદના સ્પીકરે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપીને ઈરાન પર હુમલો કર્યો અથવા ઈરાનની બાબતોમાં દખલગીરી કરી, તો મધ્યપૂર્વમાં આવેલા અમેરિકાના તમામ સૈન્ય મથકો (યુએસ બેઝ) ઈરાનના નિશાન પર રહેશે.

 

ઈરાને ટ્રમ્પની ધમકી પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમેરિકાએ કોઈપણ પ્રકારના દુસ્સાહસથી બચવું જોઈએ. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ ઘેરો બન્યો છે અને વૈશ્વિક સ્તરે તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(9:36 AM IST)