News of Monday, 12th January 2026
રાજકોટ શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ પ્રમુખ જીતુભાઇ શાહનું ૮૨ વર્ષે દુઃખદ નિધન
સંઘમાં કાર્યવાહીની જવાબદારી સંભાળેલી, ભાજપમાં બે વખત શહેર પ્રમુખ તરીકે સેવા આપી હતી, નાગરીક બેન્કમાં વાઇસ ચેરમેન તરીકે સેવા આપેલી

રાજકોટઃ શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વપ્રમુખ જીતુભાઇ શાહનું દુઃખદ નિધન થયું છે. સ્વ. શાહ અગાઉ જુના રાજકોટમાં જયરાજ પ્લોટ વિસ્તારમાં નિવાસ કરતા હતા ત્યારે રાષ્ટ્રીયસ્વંયસેવક સંઘમાં સક્રીય રીતે જોડાયેલા હતા. તેઓ સંઘ પરિવારમાં તેઓની સક્રિયતા અને તેની કામ પ્રત્યેની નિષ્ઠાના કારણે તેઓ રાજકોટમાં મહાનગર કાર્યવાહીની જવાબદારી સંભાળી ચુક્યા હતા.
ત્યાર બાદ તેઓને ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓએ આ જવાબદારી તે વખતના કપરા કાળમાં સારી રીતે નિભાવી હતી. તેઓ રાજકોટ શહેર ભાજપના બે વાર શહેર પ્રમુખની જવાબદારી સંભાળી ચુક્યા છે.૧૯૮૧ થી ૧૯૮૮ તેમજ ૧૯૯૯ થી ૨૦૦૧ સુધી આ જવાબદારી સંભાળી હતી.
શ્રી શાહ ૧૯૮૧ થી૧૯૮૮ સુધી રાજકોટ મહાનગરપાલિકા માં જુના વોર્ડ નંબર ૧માં કોર્પોરેટર તરીકે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના જુના વોર્ડ નંબર ૧૪માં ૧૯૯૫ થી૨૦૦૦ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.
શ્રી શાહ રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડીરેક્ટર તરીકે અને વાઇસ ચેરમેન તરીકે પણ ૧૯૮૬ થી૧૯૯૦ સુધી જવાબદારી સંભાળી ચુક્યા છે.
શ્રી શાહ રાજકોટ અપના બઝારમાં પણ ડીરેક્ટર તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.
શ્રી શાહ ૧૯૯૫માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલની સરકારમાં ગુજરાત સરકારના સ્મોલ સ્કેલ ઈન્સ્ટ્રીઝ કોર્પોરેશન ના ચેરમેન તરીકે ની જવાબદારી સંભાળી ચૂકયા છે.
શ્રી શાહ ૧૯૮૧થી ૧૯૯૫ સુધી સૌરાષ્ટ્રમાં અનેક નગરપાલિકા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
