તા. ૨૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૭ ગુરૂવાર
શહીદ દીકરાને ઠંડી ન લાગે એ માટે માએ દીકરાની પ્રતિમાને ધાબળો ઓઢાડયો
BSFની ૧૭૩મી બટેલિયનનો ગુરનામસિંહ ૨૪ વર્ષની ઉંમરે ૨૦૧૬માં આતંકવાદીઓની ઘૂસણખોરીને નાકામ કરવાના મિશનમાં શહીદ થયો હતો

જમ્મુ,તા.૧૨: શહીદ કદી મરતા નથી, તેઓ અમર થઈ જાય છે. આ વાત જમ્મુનાં જસવંત કૌર નામની એક માએ સાબિત કર્યું છે. તેમનો દીકરો ગુરનામ સિંહ શહીદ થઈ ગયો છે અને તેની એક પ્રતિમા લાગેલી છે. જોકે જસવંત કૌર તો એ પ્રતિમાને જ પોતાનો જીવતો-જાગતો દીકરો માને છે. તે આ પ્રતિમાનું એવી રીતે ધ્યાન રાખે છે જાણે તેમનો દીકરો તેમની સામે જ હોય. જમ્મુમાં ખૂબ જ ઠંડી પડી રહી છે ત્યારે જસવંત કૌરે પૂતળાને ધાબળો ઓઢાડી દીધો હતો જેથી દીકરાને ઠંડી ન લાગે. માનો દીકરા પ્રત્યેનો પ્રેમ જોઈને પ્રત્યેક ગામવાસી ભાવુક છે. જમ્મુના રણવીર સિહ વિસ્તારમાં ગુરુનામ સિહનું ઘર છે. એ જ વિસ્તારમાં તેમની પ્રતિમા બનાવવામાં આવી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની ૧૭૩મી બટેલિયનનો ગુરનામ સિહ ૨૪ વર્ષની ઉંમરે ૨૦૧૬માં આતંકવાદીઓની ઘૂસણખોરીને નાકામ કરવાના મિશનમાં શહીદ થયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
