<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

૧૭ વર્ષની ઉંમરે શારીરિક સંબંધ બાંધ્‍યા વિના જ પ્રેગ્નેન્‍ટ થઈ

ડોક્‍ટરોએ તપાસ બાદ પ્રેગ્નેન્‍સીનું જે કારણ જણાવ્‍યું તેણે સૌને ચોંકાવી દીધા

નવી દિલ્‍હી,તા.૧૨: મનુષ્‍યનો જન્‍મ સ્‍ત્રી અને પુરુષના શારીરિક મિલનથી થાય છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. પરંતુ શું એ શક્‍ય છે કે, કોઈ યુવતી કોઈ પણ પ્રકારના શારીરિક સંબંધ બાંધ્‍યા વિના જ ગર્ભવતી થઈ જાય? સાંભળવામાં આ વાત કોઈ ફિલ્‍મી કહાની કે ચમત્‍કાર જેવી લાગે, પરંતુ એક મહિલાની કહાનીએ આ વાતને સાચી સાબિત કરી દીધી છે.

અમેરિકાની એક મહિલાની કહાની લોકોને ખૂબ જ હેરાન કરી રહી છે કારણ કે, તે સંબંધ બાંધ્‍યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હતી, તે પણ જ્‍યારે તે માત્ર ૧૭ વર્ષની હતી. જ્‍યારે તેના પરિવારને આ વિશે ખબર પડી, ત્‍યારે હોબાળો મચી ગયો હતો. કોઈ આ વાત માનવા તૈયાર નહોતું કે, રોમાન્‍સ વગર પણ તે ગર્ભવતી થઈ શકે છે. જોકે, ડોક્‍ટરોએ તપાસ બાદ પ્રેગ્નેન્‍સીનું જે કારણ જણાવ્‍યું તેણે સૌને ચોંકાવી દીધા હતા. 'ધ સન'ના અહેવાલ મુજબ, અમેરિકાની કેલ્‍સી મિકેલ્‍સને દાવો કર્યો હતો કે, તે શારીરિક સંબંધ બાંધ્‍યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, તે લગ્ન પહેલા સંબંધ બાંધવાની સખત વિરુદ્ધ હતી. આ ઘટનાને ઘણા લોકોએ 'ઇમેક્‍યુલેટ કન્‍સેપ્‍શન' એટલે કે ચમત્‍કારિક ગર્ભધારણ પણ કહી દીધું, પરંતુ તેની પાછળ વિજ્ઞાન સાથે જોડાયેલું એક તાર્કિક કારણ રહેલું છે.

કેલ્‍સી અત્‍યારે ૩૪ વર્ષની છે અને તે અમેરિકાના યુટાના સેન્‍ટ જ્‍યોર્જમાં રહે છે. જ્‍યારે તે ૧૭ વર્ષની હતી, ત્‍યારે સંબંધ બાંધ્‍યા વિના જ પ્રેગ્નેન્‍ટ થઈ ગઈ હતી. તેણીએ જણાવ્‍યું કે ૧૫ વર્ષની ઉંમરે તેને અહેસાસ થયો કે, તેના પ્રાઈવેટ પાર્ટની ઓપનિગ અસામાન્‍ય રીતે ખૂબ જ નાની છે. હાલત એટલી ગંભીર હતી કે, તે પીરિયડ્‍સ દરમિયાન ટેમ્‍પૂનનો ઉપયોગ પણ કરી શકતી નહોતી. ડોક્‍ટરે તપાસ બાદ જણાવ્‍યું કે, ઓપનિગ પર હાઈમનની વધારાની ચામડી હોવાને કારણે આ અવરોધ છે. તેનાથી સ્‍વાસ્‍થ્‍ય પર કોઈ સીધો ખતરો નથી, પરંતુ શારીરિક સંબંધ બાંધવો શક્‍ય બનશે નહીં. ડોક્‍ટરે ૧૮ વર્ષની ઉંમરે હાઈમેનેક્‍ટોમી નામની સર્જરી કરાવવાની સલાહ આપી હતી, અને કેલ્‍સીની માતા આ સર્જરી માટે તૈયાર હતી.

કેલ્‍સી જ્‍યારે ૧૬ વર્ષની હતી ત્‍યારે તેની મુલાકાત જેક સાથે થઈ હતી. બંને એકબીજાના પ્રેમમાં હતા. કેલ્‍સીએ તેની શારીરિક સ્‍થિતિ વિશે જેકને બધું જ જણાવ્‍યું હતું. આ કારણે બંને વચ્‍ચે ક્‍યારેય શારીરિક સંબંધ બંધાયા નહોતા. જોકે, એક રાત્રે બંને વચ્‍ચે નોન-પેનિટ્રેટિવ ઈન્‍ટિમસી થઈ હતી. આના થોડા સમય બાદ કેલ્‍સીને પીરિયડ્‍સ આવવાનું બંધ થઈ ગયું. શરૂઆતમાં તેને લાગ્‍યું કે કદાચ કોઈ સમસ્‍યા હશે, પરંતુ જ્‍યારે પ્રેગ્નેન્‍સી ટેસ્‍ટ કર્યો તો તે પોઝિટિવ આવ્‍યો. આ જોઈને તે પોતે પણ ચોંકી ગઈ હતી. તેને ખાતરી હતી કે, તેણે કોઈ સંબંધ બાંધ્‍યો નથી, તો તે પ્રેગ્નેન્‍ટ કેવી રીતે હોઈ શકે? જ્‍યારે તે તેની માતા સાથે ડોક્‍ટર પાસે પહોંચી ત્‍યારે તે બે મહિનાની ગર્ભવતી હતી. ડોક્‍ટરોએ જે ખુલાસો કર્યો તેણે બધાને આヘર્યમાં મૂકી દીધા હતા.

મેડિકલ સાયન્‍સ મુજબ, ગર્ભધારણ માટે શારીરિક સંબંધ કે પેનિટ્રેશન હંમેશા અનિવાર્ય નથી. જો શુક્રાણુ યોનિમાર્ગના બાહ્ય ભાગ પર પણ રહી ગયા હોય, તો તે ત્‍યાં રહેલા કુદરતી ભેજ અને સ્‍નાયુઓના હલનચલનને કારણે અંદર જઈને એગ સુધી પહોંચી શકે છે. કેલ્‍સીના કિસ્‍સામાં પણ બરાબર આવું જ થયું હતું.આ સમાચારથી કેલ્‍સીની જિદગી મુશ્‍કેલ બની ગઈ કારણ કે તેના મિત્રો અને પરિવારના સભ્‍યો તેની વાત પર વિશ્વાસ જ નહોતા કરી રહ્યા. મુશ્‍કેલ પ્રસૂતિ બાદ ૨૦૦૯માં તેને પહેલી પુત્રીને જન્‍મ આપ્‍યો હતો, અને પછી પરિવારના સભ્‍યોએ સત્‍યનો સ્‍વીકાર કર્યો હતો. જોકે, નોર્મલ ડિલિવરી દરમિયાન તેના હાઈમનની વધારાની ચામડી કુદરતી રીતે જ ફાટી ગઈ હતી અને ત્‍યારબાદ તેની સ્‍થિતિ સામાન્‍ય થઈ ગઈ હતી. આજે કેલ્‍સી અને જેક સુખી દામ્‍પત્‍ય જીવન વિતાવી રહ્યા છે અને તેમને કુલ ૫ બાળકો છે.

 

(10:14 AM IST)