News of Monday, 12th January 2026
તલવારની ધાર ઉપર કોઈના હ્રદય જીતી શકાતા નથીઃ નરેન્દ્રભાઈ મોદી
સોમનાથ સ્વાભિમાન પર્વમાં અજેય ભારતીય સાંસ્ક્રુતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કરતા નરેન્દ્રભાઈઃ પ્રભાસની ધરા પર ભવ્ય શૌર્ય યાત્રા અને મહાપૂજા દ્વારા વડાપ્રધાને સાંસ્ક્રુતિક પુનરુત્થાનનો નવો અધ્યાય આલેખ્યો : ભગવાન શ્રી સોમનાથનું ભવ્ય મંદિર માત્ર ઈંટ પથ્થર નહીં, પરંતુ સરદાર સાહેબની સંકલ્પ શક્તિનું પ્રતીક છેઃ વીર હમીરજી ગોહિલ, ચૌલા દેવી, વેગડા ભીલ જેવા શૂરવીરોએ આપેલા બલિદાન ચિરસ્મરણીય : વડાપ્રધાનની પ્રેરણાથી ઉજવાતો સોમનાથ સ્વાભિમાન પર્વ આસ્થા, આત્મ સન્માન અડગ સંકલ્પને નવી ઉંચાઈએ લઈ જશેઃ ભુપેન્દ્રભાઈ પટેલ : ગજનવી વિખરાય ગયો અને સોમનાથ મંદિર આજેય અજય ઉભુ છેઃ હર્ષ સંઘવી

(દિપક ક્કકડ દ્વારા) વેરાવળ, તા.૧૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઇ અજેય ભારતીય સાંસ્કળતિક મૂલ્યોનો જયઘોષ કર્યો હતો.
તેમણે શૌર્યસભામાં બુલંદ સ્વરે જણાવ્યું છે કે, પાછલા એક હજાર વર્ષ આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ ભારતની અડગ આસ્થા, સ્વાભિમાન અને સાંસ્કળતિક ચેતનાનું પ્રતીક છે. સોમનાથનો ઇતિહાસ ભૂલવાનો પ્રયાસ થયો હતો. તેનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી, પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે.
વડાપ્રધાનશ્રી કહ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા હુમલાથી બોધ મળે છે કે તલવારની ધાર ઉપર કોઈના હૃદય જીતી શકાતા નથી. જો સભ્યતા બીજાને કચડીને આગળ વધવા માંગતી હોય તો તે પોતે જ સમયના કાળખંડમાં ખોવાઈ જાય છે.
સર્જનનો માર્ગ લાંબો હોય છે પણ ચિરકાલીન હોય છે એમ કહીને વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશના સ્મરણ માટે નહીં, પરંતુ હજારો વર્ષની અડગ યાત્રા અને પુનર્નિર્માણની પરંપરાનો ઉત્સવ છે. જેમ સોમનાથ પર વારંવાર આક્રમણો થયા, તેમ ભારત પર પણ વિદેશી આક્રમણકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, છતાં ન તો સોમનાથ નષ્ટ થયું અને ન તો ભારત, કારણ કે ભારતની આત્મા અને તેની આસ્થાના કેન્દ્રો અવિનાશી છે.
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પોતાના પ્રવાસના દ્વિતીય દિને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન સોમનાથ સમક્ષ વિધિવિધાન પૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તે પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે શૌર્ય યાત્રા યોજી હતી. ૧૦૮ અશ્વો અને કેસરી સાફાધારી અસવારોની કૂચ સાથે નીકળેલી શૌર્ય યાત્રા દરમિયાન વડાપ્રધાનશ્રી સહિતના મહાનુભાવોએ ભાવિકોનું અભિવાન ઝીલ્યું હતું.
દેશની અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મંદિરના રક્ષણ માટે શહીદી વ્હોરનારા વીર હમીરજી અને ભગ્ન મંદિરના પુનરોત્થાન કરાવનારા સરદાર પટેલને પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સોમનાથનો ઈતિહાસ પરાજયનો નહીં પરંતુ વિજય, ધૈર્ય, ત્યાગ અને પુનર્નિર્માણનો ઈતિહાસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આટલી સદીઓની અડગ આસ્થા અને સંસ્કળતિ પર વિશ્વના ઈતિહાસમાં વિરલ ઉદાહરણો જ મળે છે અને આવનારી પેઢીઓએ આ વિરાસતને ગૌરવ સાથે આગળ વધારવી એ આપણું કર્તવ્ય છે.
સોમનાથ મંદિર પર ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધી અનેક આક્રમણકારોએ હુમલા કર્યા, પરંતુ તેઓ સનાતન પરંપરાની મૂળ આત્માને સમજી શકયા નહોતા. તેમણે કહ્યું હતું કે ‘સોમનાથ' નામમાં જ ‘સોમ' એટલે અમળતનો ભાવ સમાવાયેલો છે અને અહીં સ્થિત મહાદેવ ચૈતન્ય, કલ્યાણકારી તથા અવિનાશી શક્તિનું પ્રતિક છે.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સોમનાથમાં વિરાજમાન ભગવાન શિવ ‘મળત્યુંજય' છે, જેમણે મળત્યુને જીત્યું છે અને જે સમગ્ર સળષ્ટિના સર્જન, પાલન અને લયના આધાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની આસ્થા એવી છે કે અહીં કણ-કણમાં શિવનું દર્શન થાય છે, તેથી કોઈપણ આક્રમણ આ આધ્યાત્મિક ચેતનાને નષ્ટ કરી શકયું નથી.
સમયચક્ર સાક્ષી છે કે જે તાકાતો સોમનાથને નષ્ટ કરવાની મનોવળત્તિ સાથે આવી હતી, તે આજે ઇતિહાસના પાનાઓમાં સીમિત રહી ગઈ છે, જ્યારે સોમનાથ મંદિર આજે પણ સમુદ્ર કિનારે ગગનચુંબી ધર્મધ્વજા સાથે અડગ ઊભું છે.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ભૂતકાળના ગૌરવનો ઉત્સવ નહીં, પરંતુ તીર્થ પરંપરાને ભવિષ્ય માટે જીવંત રાખવાનો અવસર છે.
વડાપ્રધાનશ્રીએ આઝાદી બાદના સમયગાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સોમનાથના પુનર્નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલો સંકલ્પ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક હતો. તેમણે જણાવ્યું હતું કે ૧૯૫૧માં મંદિરના પુનર્નિર્માણ સમયે અનેક અવરોધો ભા કરાયા હતા, છતાં જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજી જેવા મહાનુભાવોએ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
અંતમાં વડાપ્રધાનશ્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વને વિરાસત, આધ્યાત્મિકતા અને ગૌરવના સંગમ તરીકે ઓળખાવતા કહ્યું, આ આયોજનમાં માત્ર ઉત્સવ નથી પરંતુ આત્મગૌરવની અનુભૂતિ છે. મહાદેવના સાનિધ્યમાં આ ભવ્ય અને દિવ્ય આયોજન દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના સામર્થ્ય અને શૌર્યના દર્શન થઇ રહ્યા છે. આ તકે વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત ભાવિકોને હર હર મહાદેવના જયઘોષ સાથે આસ્થાના આ મહોત્સવમાં જોડવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સ્વાભિમાન પર્વને રાષ્ટ્રના આત્મસન્માન અને અતૂટ આસ્થાનું પર્વ ગણાવતા જણાવ્યું હતું કે, ૧૨ જ્યોર્તિલિંગોમાં પ્રથમ એવું સોમનાથ મંદિર આપણી આસ્થા, આત્મસન્માન અને અડગ સંકલ્પનું પ્રતિક તો છે જ, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલું સોમનાથ સ્વાભિમાન પર્વ આસ્થાની નવી ચાઈઓ સર કરશે.
છેલ્લા એક હજાર વર્ષમાં થયેલા અનેક આક્રમણો આપણી આસ્થાને તોડી શકયા નથી એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સોમનાથની અખંડ આસ્થાના પ્રતિક એવા ભગવાન સોમનાથ આજે પણ બિરાજમાન છે. એટલું જ નહીં, વીર હમીરજી ગોહિલ, ચૌલા દેવી, વેગડા ભીલ જેવા શૂરવીરોએ આપેલા બલિદાન આજે પણ આપણે સૌ ગૌરવભેર યાદ કરીએ છીએ.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વના ઉત્કર્ષ માટે કાર્યરત એવા વિશ્વ આખાયના પ્રયાસો વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ દાદાના રક્ષણ માટે સમર્પિત શૂરવીરોની શહાદતને આ સ્વાભિમાન પર્વના માધ્યમથી યાદ કરી છે.
જય સોમનાથના બુલંદ નાદ સાથે વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાનશ્રીને આવકારવા એ ગૌરવની ક્ષણ છે. સોમનાથમાં યોજાયેલી ભવ્ય શૌર્ય યાત્રા અને ૭૨ કલાકના અવિરત ઓમકાર મંત્રજાપનો નાદ આજે સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે.
સમુદ્રના કિનારેથી ઇતિહાસને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, સોમનાથ એ ભારતની આત્માએ આક્રાંતાઓને આપેલો પડકાર છે, ગજનવી વિખરાઈ ગયો પણ સોમનાથ આજેય અજેય ઊભું છે. હમીરજી ગોહિલ અને વેગડા ભીલનું બલિદાન એ ભારતીય એકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સરદાર પટેલના સંકલ્પને દોહરાવતા શ્રી સંઘવીએ કહ્યું કે, આઝાદી સમયે સરદાર સાહેબે સ્પષ્ટ કર્યું હતું કે ભારત સ્વાભિમાનનો સોદો નહીં કરે, અને આજે વડાપ્રધાનશ્રીના નેતળત્વમાં એ જ સંકલ્પ ભારતની નીતિ બની છે. હવે આપણે આક્રાંતાઓનું મહિમામંડન છોડી આપણી સંસ્કળતિ પર ગૌરવ કરી રહ્યા છીએ. વડાપ્રધાનશ્રીએ અયોધ્યા, કાશી અને મહાકાલ લોક દ્વારા વિકાસ સાથે વિરાસતનો સમન્વય કરી દેશની શ્રદ્ધાને નવી ભવ્યતા આપી છે. આધુનિક ભારતના શિલ્પી તરીકે તેમણે મંદિરોના પુનઃનિર્માણ દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તકો પણ સર્જી છે.
આ પ્રસંગે ઉદ્વોધન કરતા કળષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ એ સનાતન સંસ્કળતિ અને રાષ્ટ્રીય ચેતનાનું સ્વાભિમાન છે તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેક દેશવાસીઓનું અભિમાન છે. ગિરનારી સંતો અને સાધુઓના આશિર્વાદથી પહેલીવાર જૂનાગઢના ભવનાથ ક્ષેત્રની બહાર દિગ્મબર સાધુઓની રવાડી નીકળી હતી. વડાપ્રધાનશ્રીના નેતળત્વને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે અને તેમના દૃઢ સંકલ્પથી ભારત વિશ્વ ગુરૂ બનવા તરફ જઈ રહ્યું છે. આ વેળાએ વિવિધ મહાનુભાવો દ્વારા વડાપ્રધાનશ્રીનું સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત આસપાસના જિલ્લાના સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ, સાધુ-મહાત્માઓ અને શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
