<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

સોમનાથમાં સંતો સાથે નરેન્‍દ્રભાઇ મોદીની મુલાકાત

જૂનાગઢઃ સોમનાથ સ્‍વાભિમાનપર્વની અતૂટ આસ્‍થાના ૧૦૦૦ વર્ષ પુર્ણ થતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સહભાગી થયા હતા અને તેમની પ્રેરક ઉપસ્‍થિતમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. દરમ્‍યાન નરેન્‍દ્રભાઇ મોદીએ સોમનાથ મંદિર ખાતે સંતો સાથે મુલાકાત કરી હતી જેમાં મેંદરડા ખાખીસ મઢી રામજી મંદિરના મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ મહંતશ્રી સુખરામદાસ બાપુની સાથે શ્રી મોદી એ હાથ મિલાવતા પુ. બાપુના હાથ માં રહેલા માળાનો બેરખો હાથમાં આવતાશ્રી મોદીએ સ્‍પર્શ કરતા બાપુએ તેઓને દયના  ભાવથી અર્પણ કરેલ અને સોમનાથ સ્‍વાભિમાન પર્વની આસ્‍થાભેર ઉજવણી કરવા બદલ નરેન્‍દ્રભાઇને અભિનંદન પાઠવી દિધાર્યુ માટે પ્રાર્થના કરેલ ત્‍યારે નરેન્‍દ્રભાઇ એ કહ્યું કે યે તો આપ સંતો કા આશિવાર્દ હે ઇસી લીયે હો રહા હે મે અકેલા નહી કર રહા હું તેમ જણાવેલ ઉપરોકત તસ્‍વીરમાં શ્રી મોદી અને પુ. બાપુ હાથમિલાવતા નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષીઃ તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જૂનાગઢ)

(2:36 PM IST)