News of Monday, 12th January 2026
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જર્મન ચાન્સલરે પીએમ મોદી સાથે પતંગ ઉડાડવાની મજા માણી

અમદાવાદ, ભારતની પોતાની પહેલી મુલાકાતે પહોંચેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝનું ગુજરાતના અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી અને મેર્ઝે તેમની સાથે મળીને તેમના ગળહ રાજ્ય ગુજરાતમાં રિવરફ્રન્ટ પર પતંગની દોરી પકડી. મેર્ઝની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની અપેક્ષા છે. મેર્ઝે ભારતની તેમની મુલાકાત પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમથી શરૂ કરી હતી. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝનું સાબરમતી આશ્રમમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આશ્રમ પહોંચ્યા પછી, બંને નેતાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. મેર્ઝે મુલાકાતીઓની પુસ્તિકામાં પણ સહી કરી. ત્યારબાદ બંને નેતાઓએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬ માં ભાગ લીધો. ૧૯૮૯ માં અમદાવાદમાં પતંગ મહોત્સવ શરૂ થયો હતો. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, આ ઉત્સવ વધુ લોકપ્રિય બન્યો. હવે, વિશ્વભરના ઘણા દેશો આ ઉત્સવમાં ભાગ લે છે.મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવી એ અમદાવાદની સાંસ્કળતિક ઓળખ છે. બંને નેતાઓએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત પતંગ મહોત્સવનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદી સાથે ખુલ્લા વાહનમાં સવાર થઈને, મેર્ઝે મોદી સાથે પતંગની દોરી પકડી હતી. આ દરમિયાન, તેઓએ હવામાં ઉડતા જર્મની અને ભારતના પતંગોને એક સાથે પકડ્યા. આ સાથે, તેઓએ હનુમાનના ચિત્ર સાથેનો પતંગ પણ ઉડાડ્યો સાથે પતંગ ઉડાડીને, પીએમ મોદી અને ફ્રેડરિક મેર્ઝે સાંસ્કળતિક અને રાજદ્વારી રીતે સાથે આવવાનો સંદેશ પણ આપ્યો. મેર્ઝની મુલાકાતનો હેતુ ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. મેર્ઝ એવા સમયે ભારત આવ્યા છે જ્યારે બંને દેશોએ રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ અને ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. (રર.રર)
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
