<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

૨૫, ૫૦ કે ૭૫ નહીં.. ભારત પર ૫૭૫% ટેરિફ ઝીંકાશે?

ટ્રમ્‍પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫% ટેરિફ લાદશે, આનાથી ભારત પર કુલ ટેરિફ ૫૭૫% થઈ શકે છે

નવી દિલ્‍હી, તા.૧૩: યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ટેરિફ અંગે એક નવું નિવેદન બહાર પાડ્‍યું છે. ટ્રમ્‍પે જાહેરાત કરી છે કે ઈરાન સાથે વેપાર કરનાર કોઈપણ દેશે અમેરિકા સાથે વેપાર પર ૨૫% ટેરિફ ચૂકવવો પડશે. તેમણે આ નિવેદન તેમના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આપ્‍યું છે. ટ્રમ્‍પનો આ નિર્ણય ઈરાનમાં સરકાર વિરોધી મોટા વિરોધ પ્રદર્શનો વચ્‍ચે આવ્‍યો છે, જે વર્ષોમાં સૌથી મોટો છે.

ટ્રમ્‍પના આ નવા હુકમનામુંથી ભારત પર પણ અસર થવાની શકયતા છે. ભારત પહેલાથી જ અમેરિકામાં થતી નિકાસ પર ૫૦% ટેરિફનો સામનો કરી રહ્યું છે. આમાંથી ૨૫્રુ પારસ્‍પરિક ટેરિફ છે, જે બદલો લેવાનો એક પ્રકાર છે. બાકીનો ૨૫% ટેરિફ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ લાદવામાં આવેલ દંડ છે. ટ્રમ્‍પે તાજેતરમાં જણાવ્‍યું હતું કે જે દેશો રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે તેમને ૫૦૦% સુધીના ટેરિફનો સામનો કરવો પડી શકે છે.

ટ્રમ્‍પના હુકમનામા અનુસાર, ભારત યુનાઇટેડ સ્‍ટેટ્‍સ સાથેના વેપાર પર ૫૭૫% ટેરિફનો સામનો કરી શકે છે. હાલમાં, ભારત ૫૦% ટેરિફને આધીન છે. જો ભારત રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે, તો યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ભારત પર ૫૦૦% ટેરિફ લાદી શકે છે. ભારત અને ઈરાન પણ વેપાર કરે છે, તેથી ટ્રમ્‍પ ઈરાન સાથેના વેપાર માટે ભારત પર ૨૫% ટેરિફ લાદી શકે છે. આના પરિણામે ભારત પર કુલ ૫૭૫% ટેરિફ થઈ શકે છે.

ભારત અને ઈરાન વચ્‍ચેનો વેપાર સંબંધ ખૂબ જૂનો અને મહત્‍વપૂર્ણ છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, ભારત તાજેતરના વર્ષોમાં ઈરાનના ટોચના પાંચ વેપારી ભાગીદારોમાંનો એક રહ્યો છે. ભારત ઈરાનને ચોખા, ચા, ખાંડ, ફાર્માસ્‍યુટિકલ્‍સ, કળત્રિમ રેસા, ઇલેક્‍ટ્રિકલ મશીનરી અને નકલી ઘરેણાંની નિકાસ કરે છે. ભારત ઈરાનથી સૂકા ફળો, અકાર્બનિક/કાર્બનિક રસાયણો અને કાચનાં વાસણો આયાત કરે છે.

ઓક્‍ટોબર ૨૦૨૫ માં, ભારતે ઈરાનને ૫૬.૧ મિલિયનની કિંમતની વસ્‍તુઓની નિકાસ કરી અને ૨૮.૩ મિલિયનની કિંમતની વસ્‍તુઓની આયાત કરી. આના પરિણામે ભારતને ૨૭.૯ મિલિયનનો વેપાર નફો થયો.

ઓક્‍ટોબર ૨૦૨૪ અને ઓક્‍ટોબર ૨૦૨૫ ની વચ્‍ચે, ભારતની ઈરાનમાં નિકાસ ૨૨.૯ મિલિયન (૨૯%) ઘટીને ૭૯.૧ મિલિયનથી ૫૬.૧ મિલિયન થઈ.

આયાત ઼૭.૩૮ મિલિયન (૨૦.૭%) ઘટીને ૩૫.૬ મિલિયનથી ૨૮.૩ મિલિયન થઈ.

ઓક્‍ટોબર ૨૦૨૫ માં ભારતની ઈરાનમાં નિકાસમાં ઘટાડો મુખ્‍યત્‍વે બાસમતી ચોખાની નિકાસમાં ઘટાડાને કારણે થયો હતો. બાસમતી ચોખાની નિકાસ ૨૬.૬ મિલિયન (૫૪.૬%) ઘટી.

કાચ અને કાચના વાસણોની નિકાસમાં ૨.૭૭ મિલિયન (૯૩.૧%)નો ઘટાડો થયો છે, અને અન્‍ય એન્‍જિનિયરિંગ માલની નિકાસમાં ૯૨૫,૦૦૦ (૮૮.૨%)નો ઘટાડો થયો છે.

ઈરાનનું ચાબહાર બંદર ભારત માટે વેપાર અને વ્‍યૂહાત્‍મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. ગયા વર્ષે, અમેરિકાએ ચાબહાર બંદર માટે ઈરાન પરના પ્રતિબંધોની છ મહિનાની છૂટ એપ્રિલ સુધી લંબાવી હતી. અગાઉ, અમેરિકાએ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ માં આ છૂટ રદ કરી હતી. આ છૂટ ૨૦૧૮ થી અમલમાં હતી, અને આ છૂટ હેઠળ, ભારત ચાબહાર બંદરને અફઘાનિસ્‍તાન અને મધ્‍ય એશિયાના માર્ગ તરીકે વિકસાવી રહ્યું હતું. આનાથી ભારત પાકિસ્‍તાનને બાયપાસ કરીને ઈરાન દ્વારા આ દેશોમાં પ્રવેશ કરી શકશે. આ ઈરાન પર દબાણ લાવવાની યુએસ વ્‍યૂહરચનાનો પણ એક ભાગ હતો.

જો આ છૂટ ફરીથી રદ કરવામાં આવે છે, તો ચાબહાર બંદર સાથે સંકળાયેલી અથવા કાર્યરત કંપનીઓને યુએસ ઈરાન ફ્રીડમ એન્‍ડ કાઉન્‍ટર-પ્રોલિફરેશન એક્‍ટ હેઠળ દંડનો સામનો કરવો પડી શકે છે. અફઘાનિસ્‍તાન સાથે ભારતના વધતા સંબંધો માટે ચાબહાર બંદરનું વ્‍યૂહાત્‍મક મહત્‍વ વધ્‍યું છે, ખાસ કરીને કાબુલમાં તાલિબાન વહીવટીતંત્ર સાથે ભારતના સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે. 

(10:39 AM IST)