BSE અને NSE પછી હવે દેશમાં આવશે નવું એક્સચેન્જ MSE
MSE એક્સચેન્જ પર આગામી ૨ અઠવાડિયામાં ટ્રેડિંગ શરૂ થઈ શકે છે ેઃ શરૂઆતમાં કેશ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણકારો અને ટ્રેડર્સનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવશે

નવી દિલ્હી તા.૧૩: BSE અને NSE પછી હવે દેશમાં ત્રીજું સ્ટોક એક્સચેન્જ આવવાનું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ૨ અઠવાડિયામાં MSE એટલે કે, મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિગ શરૂ થઈ શકે છે. લોકો લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. MSE દ્વારા લિક્વિડિટી વધારવા માટે ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે માર્કેટ મેકર્સની નિમણૂક કરવામાં આવી રહી છે. ૧૩૦ શેરોમાં લિક્વિડિટી આપવા માટે તૈયારી ચાલી રહી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, MSE એક્સચેન્જ પર આગામી ૨ અઠવાડિયામાં ટ્રેડિગ શરૂ થઈ શકે છે. જાણકારોનું માનવું છે કે, શરૂઆતમાં કેશ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણકારો અને ટ્રેડર્સનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવશે.
ફંડિગના મામલે પણ MSEએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. એક્સચેન્જે ડિસેમ્બર ૨૦૨૪ અને ઓગસ્ટ ૨૦૨૫માં બે તબક્કામાં કુલ રૂા.૧,૨૪૦ કરોડ એકત્ર કર્યા છે. આ ફંડિગ રાઉન્ડમાં મુખ્ય બ્રોકરેજ અને ફિનટેક કંપનીઓ Groww અને Zerodha પણ રોકાણકાર તરીકે જોડાઈ છે, જેના કારણે MSEની વ્યૂહરચના અંગે બજારમાં વિશ્વાસ વધ્યો છે.
આ વચ્ચે એક્સપર્ટ્સનું કહેવું છે કે BSE અને ફલ્ચ્ને ટક્કર આપવી સરળ નથી. બંને એક્સચેન્જની પકડ ખૂબ મજબૂત છે અને તેમને પડકારવા મુશ્કેલ છે. F&Oમાં SEBIના નિયમો MSE માટે મુશ્કેલી ઊભી કરશે. ં SEBIના નિયમ મુજબ મંગળવાર અને ગુરુવારના રોજ જ F&O એક્સપાયરી થશે. નિફટી એક્સપાયરી મંગળવારે અને સેન્સેક્સની ગુરુવારે થાય છે. એટલે ડેરિવેટિવ્સમાં પકડ બનાવવી MSE માટે પડકારરૂપ રહેશે.
માર્કેટ શેરની વાત કરીએ તો કેશ સેગમેન્ટમાં ફલ્ચ્ની ૯૦-૯૨% હિસ્સેદારી છે. સ્ટોક F&Oમાં તેની ૯૫% અને ઇન્ડેક્સ F&Oમાં ૮૦% હિસ્સેદારી છે. બીજી તરફ, કેશ સેગમેન્ટમાં BSEની ૮-૧૦% હિસ્સેદારી છે, જ્યારે સ્ટોક F&Oમાં ૫% અને ઇન્ડેક્સ F&Oમાં ૨૦% હિસ્સેદારી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
