<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ગુરૂવારે BMCની ચૂંટણી : ૧,૦૩,૪૪,૩૧૫ મતદારો ૧૭૦૦ ઉમેદવારમાંથી ૨૨૭ નગરસેવક ચૂંટશે

ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના સાથે મળીની મહાયુતિ હેઠળ લડી રહી છે

મુંબઇ, તા.૧૩: મુંબઈને સુધરાઈના ૨૪ ઍડ્‍મિનિસ્‍ટ્રેટિવ વૉર્ડમાં વિભાગવામાં આવી છે અને એમાં પણ સુધરાઈની ચૂંટણીના ૨૨૭ પ્રભાગના મુંબઈગરાઓના પ્રતિનિધિ ચૂંટી કાઢવા ગુરુવારે ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના સાથે મળીની મહાયુતિ હેઠળ લડી રહી છે, જ્‍યારે અજિત પવારની અને શરદ પવારની નૅશનલિસ્‍ટ કૉન્‍ગ્રેસ પાર્ટી એકલે હાથે આ ચૂંટણી લડી રહી છે. કૉન્‍ગ્રેસ અને વંચિત બહુજન આઘાડી સાથે મળીને લડી રહ્યાં છે, જ્‍યારે શિવસેના (UBT) અને મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે મળીને લડી રહ્યાં છે.

નવી મુંબઈના ૯.૫ લાખ મતદારો ચૂંટશે ૧૧૧ નગરસેવક.

રાજ્‍યની ૨૯ મહાનગરપલિકાની ચૂંટણી ગુરુવારે થવાની છે જેમાં નવી મુંબઈ મ્‍યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની ચૂંટણીમાં ૯.૫૦ લાખ મતદારો આગામી પાંચ વર્ષ માટે તેમના ૧૧૧ નગરસેવકોને ચૂંટી કાઢશે. NMMCના કમિશનર અને મુખ્‍ય ચૂંટણી અધિકારી કૈલાશ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે અને લોકો તેમનો મતાધિકાર બજાવી શકે એ માટે અમે અનેક સુવિધાઓ પણ પ્રોવાઇડ કરી રહ્યા છીએ. વોટ આપવા આવનાર વળદ્ધો અને અપંગો માટે અમે વ્‍હીલચૅર રાખી છે અને તેમને મદદ કરવા વૉલન્‍ટિયર્સ તહેનાત કર્યા છે.     

આંકડાબાજી

વૉર્ડ : ૨૮

કુલ બેઠક : ૧૧૧

ઉમેદવારોની સંખ્‍યાઃ ૪૯૯

કુલ મતદારઃ ૯,૪૮,૪૬૦

પુરુષ મતદાર : ૫,૧૬,૨૬૭

મહિલા મતદારઃ ૪,૩૨,૦૪૦

તળતીયપંથી : ૧૫૩

પોલિંગ-લોકેશનઃ ૧૮૫

પોલિંગ-બૂથઃ ૧,૧૪૮

(3:33 PM IST)