<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ભારત અને ૨૭ દેશોના બનેલા યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર હવે નિર્ણાયક વળાંકમાં પહોંચ્યો: નિકાસમાં થશે મોટો વધારો થશે

આ કરાર અમલી બનશે તો તે ભારતનો ૧૯મો મોટો વ્યાપારિક કરાર હશે: ભારતીય ઉત્પાદનોને યુરોપિયન બજારોમાં સરળ અને સસ્તી પહોંચ મળશે

ભારત અને ૨૭ દેશોના સમૂહ યુરોપિયન યુનિયન વચ્ચે ચાલી રહેલી મુક્ત વ્યાપાર કરાર એટલે કે એફટીએની વાટાઘાટો હવે નિર્ણાયક વળાંક પર પહોંચી છે. આ કરાર જો અમલી બનશે તો તે ભારતનો ૧૯મો મોટો વ્યાપારિક કરાર હશે. આ સમજૂતી દ્વારા ભારતીય ઉત્પાદનોને યુરોપિયન બજારોમાં સરળ અને સસ્તી પહોંચ મળશે, જેના કારણે ભારતની નિકાસમાં જંગી ઉછાળો આવવાની અપેક્ષા છે.

વાટાઘાટોના અંતિમ દોરમાં બંને પક્ષો જકાત અને અન્ય નિયમો પર સંમતિ સાધવાની નજીક છે. આ કરાર ભારતીય કાપડ, રત્ન-ઝવેરાત અને કૃષિ ઉત્પાદનો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.



 

(10:16 PM IST)