<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ભારતનું કડક વલણ: કોમનવેલ્થ સ્પીકર્સ કોન્ફરન્સમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશને બહાર રખાયા

વિવિધ દેશોના સંસદીય અધ્યક્ષો લોકશાહી અને શાસન વ્યવસ્થા પર ચર્ચા કરશે

વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ૧૫ જાન્યુઆરીથી શરૂ રહેલ ‘કોમનવેલ્થ સ્પીકર્સ કોન્ફરન્સ’માં પાકિસ્તાન અને બાંગ્લાદેશને આમંત્રણ ન આપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ વૈશ્વિક સંસદીય પરિષદ હવે આ બંને દેશોની હાજરી વગર આગળ વધશે. આ નિર્ણયને ભારતના પડોશી દેશો સાથેના હાલના સંબંધો અને સુરક્ષા મુદ્દાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
આ કોન્ફરન્સમાં વિવિધ દેશોના સંસદીય અધ્યક્ષો લોકશાહી અને શાસન વ્યવસ્થા પર ચર્ચા કરશે, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ પ્રક્રિયાનો હિસ્સો બની શકશે નહીં.


 

(10:26 PM IST)