તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૪ ગુરૂવાર
ઈરાનમાં મહાભયાનક કત્લેઆમ: સરકાર વિરોધી પ્રદર્શનો લોહિયાળ બન્યા
૧૨,૦૦૦ થી ૨૦,૦૦૦ લોકોના મોતનો અંદાજ હોવાનો સીબીએસ ન્યૂઝનો સનસનીખેજ રિપોર્ટ

વોશિંગ્ટન: ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનોમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમેરિકન મીડિયા આઉટલેટ સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ મૃત્યુઆંક ૨૦,૦૦૦ સુધી પહોંચવાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા અને સીબીએસ ન્યૂઝના અહેવાલો અનુસાર, ઈરાનમાં સરકાર સામેના વિરોધ પ્રદર્શનો અત્યંત ઉગ્ર અને હિંસક બની ગયા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ઈરાનની અંદર રહેલા સૂત્રો અને અન્ય એક સ્ત્રોત દ્વારા સીબીએસ ન્યૂઝને જણાવવામાં આવ્યું છે કે આ પ્રદર્શનો દરમિયાન અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૨,૦૦૦ લોકો માર્યા ગયા છે. આ આંકડો ૨૦,૦૦૦ સુધી પહોંચે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
લાંબા સમયથી ચાલી રહેલા સરકાર વિરોધી દેખાવોને ડામવા માટે ઈરાનની સરકાર દ્વારા ભયાનક અમાનવીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પરિણામે મોટી ખુનામરકી સર્જાઈ હોવાના અહેવાલો છે. પશ્ચિમી મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
