તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
દેશભરની હોસ્પિટલો માટે નવું બિલિંગ ફોર્મેટ: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, હવે તમામ હોસ્પિટલોએ ફિક્સ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં જ બિલ આપવા પડશે: ન્યુઝ ફર્સ્ટ
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો મુજબ દેશની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સ માટે બિલિંગનું એક સમાન માળખું ફરજિયાત કરવામાં આવ્યું

દર્દીઓ સાથે થતી છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો મુજબ દેશની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સ માટે બિલિંગનું એક સમાન માળખું ફરજિયાત કરવામાં આવ્યું છે.
મોદી સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે 'ન્યુ બિલિંગ ફોર્મેટ' લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નવા નિયમ મુજબ, હવે દેશભરની તમામ હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક્સ પોતાની મનમાની મુજબ બિલ બનાવી શકશે નહીં. તેમણે સરકાર દ્વારા નક્કી કરાયેલા 'ફિક્સ સ્ટાન્ડર્ડ ફોર્મેટ' મુજબ જ દર્દીઓને બિલ આપવું પડશે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાં પાછળનો મુખ્ય હેતુ હોસ્પિટલોના બિલને લઈને થતા વિવાદો ઘટાડવાનો અને સ્વાસ્થ્ય સેવાઓમાં દર્દીઓનો વિશ્વાસ વધારવાનો છે.
આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને હોસ્પિટલો દ્વારા લેવાતા વધારાના કે છૂપા ચાર્જથી મુક્તિ મળશે અને બિલિંગ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
