શું ૨૦૨૬માં ઈરાન મુક્ત થશે? ઈરાનમાં ૪૬ વર્ષનો ઈતિહાસ દોહરાવાશે: ખામેની શાસન સામે 'આરપાર'ની લડાઈ : ટ્રમ્પની લશ્કરી કાર્યવાહીની ધમકી
વધતી મોંઘવારીથી શરૂ થયેલો આક્રોશ હવે 'ઇસ્લામિક ક્રાંતિ' ઉથલાવવાના બળવામાં ફેરવાયો : તેહરાનના રસ્તાઓ પર લોહીની હોળી વચ્ચે અમેરિકાના સખત વલણે મધ્ય-પૂર્વનો રાજકીય નકશો બદલવાના સંકેત આપ્યા

તેહરાન : ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ ૧૯૭૯ની ઐતિહાસિક ક્રાંતિ પછીના સૌથી ગંભીર સંકટમાં આયાતુલ્લાહ અલી ખામેનીના શાસનને મુકી દીધું છે. ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ માત્ર આર્થિક તંગી અને બેરોજગારી વિરુદ્ધ શરૂ થયેલી જિંગ હવે સીધી રીતે ધર્મગુરુઓના શાસનને ઉથલાવવાની માંગમાં પરિવર્તિત થઈ છે. તેહરાન સહિત ઈરાનના મોટા શહેરોમાં પ્રદર્શનકારીઓ "સરમુખત્યારને મારો" ના નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દ્રશ્યોએ વિશ્વભરના નેતાઓને એવી આશા આપી છે કે દાયકાઓથી ચાલી રહેલી દમનકારી પ્રણાલીનો હવે અંત નજીક હોઈ શકે છે. સેંકડો લોકોના મોત છતાં જનતાનો જુસ્સો ઓછો થવાને બદલે વધી રહ્યો છે.
આ આંતરિક અશાંતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણે તેલ રેડવાનું કામ કર્યું છે. વેનેઝુએલામાં શાસન પરિવર્તન પછી ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપી છે કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર હુમલા બંધ નહીં થાય, તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરતા અચકાશે નહીં. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના ઈરાનના દરેક પગલા પર નજર રાખી રહી છે અને તેઓ "નક્કર વિકલ્પો" પર વિચાર કરી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો અમેરિકા સીધું દખલ કરે છે, તો તે માત્ર ઈરાન જ નહીં પરંતુ સમગ્ર મધ્ય-પૂર્વ અને વૈશ્વિક ઊર્જા બજાર (ક્રૂડ ઓઈલ) ના સમીકરણોને મૂળમાંથી હલાવી નાખશે.
રાજકીય વિશ્લેષકો આ કટોકટીને ઈરાન માટે "ટર્નિંગ પોઈન્ટ" ગણાવી રહ્યા છે. જોકે ઈરાની સત્તાવાળાઓ લોખંડી હાથે આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ૨૦૦૯ અને ૨૦૨૨ના વિરોધ પ્રદર્શનો કરતા આ વખતે સ્થિતિ વધુ વિસ્ફોટક છે. ખામેનીનું શાસન આજે વૈશ્વિક સ્તરે અલગ-થલગ પડી ગયું છે અને અર્થતંત્ર ખાડે ગયું છે. યુનિવર્સિટી ઓફ ઓટાવાના પ્રોફેસર થોમસ જુનેઉના મતે, આ વખતે શાસન પહેલા કરતા વધુ નબળું છે. હવે આગામી દિવસોમાં ઈરાનના આ ૭ મુખ્ય પરિબળો અને ટ્રમ્પના આખરી નિર્ણય પરથી નક્કી થશે કે ઈરાન ફરીથી લોકશાહી તરફ વળશે કે વધુ ગંભીર ગૃહયુદ્ધમાં ધકેલાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
