યુટ્યુબ Vs અભિવ્યક્તિની આઝાદી: 'એક્સ-મુસ્લિમ' લિયાકથાલીની ચેનલ પર પ્રતિબંધ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ!
કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને ગુગલને ફટકારી નોટિસ: ઈસ્લામ છોડનારાઓ માટે અવાજ ઉઠાવતા લિયાકથાલીની ચેનલ પર કટ્ટરપંથીઓએ કોપીરાઈટ સ્ટ્રાઈકનું હથિયાર અજમાવતા મામલો કોર્ટના ઉંબરે પહોંચ્યો

કોચી : ડિજિટલ યુગમાં વાણી સ્વાતંત્ર્ય અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની મનમાની સામે એક મોટો કાનૂની સંગ્રામ છેડાયો છે. 'એક્સ-મુસ્લિમ્સ ઓફ કેરળ'ના પ્રમુખ અને જાણીતા તર્કવાદી લિયાકથાલી સી.એમ.ની યુટ્યુબ ચેનલને બંધ કરવાના પ્રયાસો સામે કેરળ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ ઝિયાદ રહેમાન એએએ લિયાકથાલીની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને ગુગલ ઈન્ડિયા પાસે જવાબ માંગ્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે લિયાકથાલીએ રૂઢિચુસ્ત ધાર્મિક પ્રથાઓની ટીકા કરતા 'મુર્તદ' પ્રોજેક્ટની જાહેરાત કરી, જેના પગલે ધાર્મિક સંગઠનોએ તેમની ચેનલ પર એકસાથે અનેક 'કોપીરાઈટ સ્ટ્રાઈક' ફટકારીને તેમને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે.
લિયાકથાલીની ચેનલને 90 દિવસમાં 8 જેટલી સ્ટ્રાઈક મળતા યુટ્યુબે 9 જાન્યુઆરી, 2026 ના રોજ ચેનલ સસ્પેન્ડ કરવાની નોટિસ આપી હતી. લિયાકથાલીનો દલીલ છે કે તેમણે ધાર્મિક ઉપદેશકોની ક્લિપ્સનો ઉપયોગ માત્ર ટીકાત્મક વિશ્લેષણ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે જ કર્યો હતો, જે કાયદાકીય રીતે 'ફેર યુઝ' (વાજબી ઉપયોગ) હેઠળ આવે છે. તેમણે બંધારણની કલમ 51-A(h) ને ટાંકીને જણાવ્યું કે વૈજ્ઞાનિક માનસ અને જિજ્ઞાસા કેળવવી એ દરેક નાગરિકની ફરજ છે. તેમની અરજીમાં IT એક્ટ, 2000 અને 2021 ના નિયમોને પણ પડકારવામાં આવ્યા છે, કારણ કે આ નિયમો ખાનગી ટેક કંપનીઓને મનસ્વી રીતે કોઈનો પણ અવાજ દબાવવાની તાકાત આપે છે.
આ કેસ માત્ર લિયાકથાલી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતમાં ડિજિટલ સામગ્રીના નિયમન અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે એક માર્ગદર્શક બની શકે છે. શું કોઈ ખાનગી પ્લેટફોર્મ તેની આંતરિક નીતિઓના આધારે બંધારણીય અધિકારો પર રોક લગાવી શકે? આ પ્રશ્ન અત્યારે કાનૂની વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. લિયાકથાલીનો દાવો છે કે કટ્ટરપંથી તત્વો કોપીરાઈટ કાયદાનો દુરુપયોગ કરીને વૈચારિક વિરોધને દબાવી રહ્યા છે. હવે હાઈકોર્ટના ચુકાદા પર સૌની નજર ટકેલી છે, જે નક્કી કરશે કે ભવિષ્યમાં સોશિયલ મીડિયા કંપનીઓ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
