તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 13th January 2026
જમ્મુ-કાશ્મીરના કેરી સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી
૪૮ કલાકમાં બીજી ઘટના બનતા સુરક્ષાદળો એલર્ટ: એલઓસી - લાઇન ઓફ કંટ્રોલ ઉપર સર્ચ ઓપરેશન તેજ: ન્યુઝ ફર્સ્ટ

શ્રીનગર: સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે. જમ્મુ-કાશ્મીરના કેરી સેક્ટરમાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે, જે છેલ્લા ૪૮ કલાકમાં બીજી ઘટના છે. ભારતીય સુરક્ષાદળોએ તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જમ્મુ-કાશ્મીરના નિયંત્રણ રેખા (એલઓસી) પર સ્થિત કેરી સેક્ટરમાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન ગતિવિધિઓ જોવા મળી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાનો ફરી પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં આ પ્રકારની આ બીજી ઘટના નોંધાઈ છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
ડ્રોનની હિલચાલ દેખાતાની સાથે જ સરહદ પર તૈનાત ભારતીય જવાનો સતર્ક થઈ ગયા હતા અને વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હથિયારો અથવા ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે, પરંતુ ભારતીય સેનાની સતર્કતાને કારણે તેમના ઈરાદાઓ નિષ્ફળ બની રહ્યા છે. આ ઘટના બાદ સરહદ પર પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
