News of Wednesday, 14th January 2026
વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગનના દિલ્હી સ્થિત નિવાસસ્થાને જઈને મનાવ્યો પોંગલ પર્વ, ગૌ સેવા કરી તમિલ સંસ્કૃતિને બિરદાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ અને પોંગલના પર્વ પર કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગનના દિલ્હી સ્થિત નિવાસસ્થાને જઈને ઉજવણીમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ પરંપરાગત વેશભૂષામાં ગૌ સેવા પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોંગલના અવસર પર કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગનના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોંગલ પર્વના સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન તેઓ ગાયને શાલ ઓઢાડતા અને પોતાના હાથે ભોજન કરાવતા એટલે કે ગૌ સેવા કરતા નજરે પડ્યા હતા.
ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, "આજે પોંગલ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે. તમિલ સંસ્કૃતિને પ્રેમ કરનારા લોકો દુનિયાભરમાં પોંગલને ઉત્સાહથી મનાવે છે". તેમણે ઉમેર્યું હતું કે આ પર્વ અન્નદાતાની મહેનત, ધરતી અને સૂર્ય પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ભાવ છે અને તે પ્રકૃતિ, પરિવાર અને સમાજમાં સંતુલન બનાવવાનો રસ્તો બતાવે છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
