<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ભારતે ૨૦૩૦નો લક્ષ્યાંક ૫ વર્ષ વહેલો પૂરો કર્યો: બિન-અશ્મિભૂત ઈંધણની ક્ષમતા ૨૬૬.૭૮ ગીગા વોટને પાર

ભારતે ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરતા વર્ષ ૨૦૨૫માં જ બિન-અશ્મિભૂત (નોન-ફોસિલ) પાવર ક્ષમતા ૨૬૬.૭૮ ગીગા વોટ સુધી પહોંચાડી દીધી છે, જે કુલ વીજ ઉત્પાદનના ૫૦ ટકા હિસ્સો ધરાવે છે. આ લક્ષ્યાંક મૂળ ૨૦૩૦ સુધીમાં સિદ્ધ કરવાનો હતો.

 

છેલ્લા એક વર્ષમાં જ આ ક્ષેત્રે ૨૨.૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે. હાલમાં સોલાર પાવર ક્ષમતા ૧૩૫ ગીગા વોટ અને પવન ઉર્જા ક્ષમતા ૫૪.૫૧ ગીગા વોટને પાર કરી ગઈ છે. પર્યાવરણની જાળવણી માટે ભારતે લીધેલી આ હરણફાળ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે.

(2:47 PM IST)