તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Wednesday, 14th January 2026
ક્રિકેટર હાર્દિક પંડ્યાના રવાના થયાની મિનિટોમાં જ જામનગર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર એરપોર્ટથી નીકળ્યા બાદ તુરંત જ અજાણ્યા શખ્સ દ્વારા ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી : એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર

જામનગર : ગુજરાતના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટ પર આજે એક મોટી સુરક્ષા ચૂક અને ગંભીર ઘટના સામે આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જામનગર એરપોર્ટ પરથી રવાના થયા હતા, તેના થોડા જ સમય બાદ એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઈ-મેઈલમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતા એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને જાણ કરી હતી. વી.વી.આઈ.પી. મુવમેન્ટ બાદ તુરંત જ આ પ્રકારની ધમકી મળવી એ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઉભા કરે છે. ધમકી મળતાની સાથે જ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જામનગર એરપોર્ટ સંરક્ષણની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે, તેથી આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડીને પણ તપાસવામાં આવી રહી છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
