News of Wednesday, 14th January 2026
ક્રિપ્ટોકરન્સી માટે કડક નિયમો આવશે: નાણા મંત્રાલય દ્વારા સેબી અને આરબીઆઈ સાથે ચર્ચાઓ શરૂ

કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ પહેલાં નાણા મંત્રાલયે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો માટે એક મજબૂત નિયમનકારી માળખું તૈયાર કરવા કવાયત હાથ ધરી છે. આ અંગે સેબી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ ચાલી રહી છે.
સરકારનો ઉદ્દેશ્ય રોકાણકારોની સુરક્ષા અને ગેરકાયદેસર વ્યવહારો અટકાવવાનો છે. આગામી બજેટ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગે સ્પષ્ટ નીતિ અને કાયદાકીય જોગવાઈઓ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
