<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

બજેટ ૨૦૨૬-૨૭માં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી જાહેરાતની શક્યતા: ઓલિમ્પિક્સ પર નજર

ભારત આગામી ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા અને ૨૦૩૬ ઓલિમ્પિક્સની યજમાની મેળવવા માટે તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભે આગામી કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં રમતગમત માળખાકીય સુવિધાઓ માટે લાંબા ગાળાની યોજના જાહેર થઈ શકે છે.

 

સરકાર દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ અને ટ્રેનિંગ સેન્ટર્સ ઉભા કરવા માટે મોટા ભંડોળની ફાળવણી કરે તેવી વકી છે, જેથી ભારત વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓ માટે સજ્જ થઈ શકે.

(3:18 PM IST)