News of Thursday, 15th January 2026
ગાડીમાં સેક્સ કરોઃ લાઈવ કોન્સર્ટમાં હનીસિંહે કરી ગંદી કોમેન્ટઃ યુઝર્સ ભડક્યા
દિલ્હીમાં એક લાઈવ કોન્સર્ટ દરમિયાન હનીસિંહ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીનો એક વીડિયો વાયરલ : ઘણા લોકોએ તેને ‘‘અશોભનીય,'' ‘‘ઘટિયા'' અને ‘‘નશાની અસર'' પણ કહી

નવી દિલ્હી,તા.૧૫: દિલ્હીમાં એક લાઈવ કોન્સર્ટ દરમિયાન હની સિહ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેની કહેલી વાતથી ભડક્યા છે, અને પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ બધું નશાની અસર છે. હની સિહ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યો છે.
દિલ્હીમાં હની સિહના લાઈવ કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રેપર સ્ટેજ પરથી પ્રેક્ષકો સાથે વાત કરતો અને દિલ્હીની ઠંડી અને ઇંટીમેસી વિશે અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણીઓ કરતો જોવા મળે છે. ક્લિપ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સનો ગુસ્સો જોવા મળ્યો. ઘણા લોકોએ તેને અશોભનીય, ઘટિયા અને નશાની અસર પણ કહી.
વાયરલ વીડિયોમાં હની સિહ શો દરમિયાન અચાનક એક નિવેદન આપે છે, જેને ઘણા દર્શકોએ સિમા પાર કરનાર ગણાવ્યું હતું. દિલ્હીની ઠંડીનો ઉલ્લેખ કરતા હની કહે છે કે તેમાં ઇંટીમેટ થવું સારુ લાગે છે. (અહી અમે સભ્ય રીતે જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે.)
જોકે વીડિયોમાં કોન્સર્ટમાં હાજર લોકો હની સિહની ટિપ્પણીઓ પર હસતા અને ઠહાતા જોવા મળે છે. તાળીઓ અને હૂટિંગના અવાજો પણ સાંભળી શકાય છે. જોકે ક્લિપ સોશિયલ મીડિયા પર પહોંચતાની સાથે જ ઓનલાઈન પ્રતિક્રિયા એકદમ અલગ હતી. યુઝર્સે કહ્યું કે એક મોટા કલાકાર દ્વારા સ્ટેજ પર આવી ભાષા અને આવા નિવેદનો અસ્વીકાર્ય છે.
વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા ટ્રોલથી ભરાઈ ગયું. કેટલાક યુઝર્સે લખ્યું કે તે સ્ટેજ એટીકેટ વિરુદ્ધ છે, જ્યારે અન્ય લોકોએ પ્રશ્ન કર્યો કે શું આ બધું નશાની અસરમાં કહેવામાં આવ્યું છે. ઘણાએ એમ પણ કહ્યું કે આવા નિવેદનોની યુવાનો પર નકારાત્મક અસર પડે છે અને કલાકારોએ તેમની જવાબદારી સમજવી જોઈએ. મોટાભાગના યુઝર્સે પ્રશ્ન કર્યો કે હની કહે છે કે તેણે નશો છોડી દીધો છે, પરંતુ શું તે ખરેખર સાચું છે? સ્ટેજ પરની તેમની કહેલી વાતથી એવું લાગતું નથી.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
