<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

સતત ૪૮ કલાક ટ્રેડમિલ પર દોડતા રહેવાનો વિશ્વવિક્રમ

રાઉરકેલા,તા.૧૫: ઓડિશાના રાઉરકેલામાં રહેતા ઍથ્‍લીટ સુમિતકુમારે લગાતાર ૪૮ કલાક મેન્‍યુઅલ ટ્રેડમિલ પર ચાલવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ૪૮ કલાકમાં તેણે કુલ ૨૦૧.૫ કિલોમીટરનું અંતર કાપ્‍યું હતું. આ પહેલાં સુમિતે ૧૨ કલાક લગાતાર દોડવાનો રેકોર્ડ બનાવ્‍યો હતો. ફિટનેસ, માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને મજબૂત મનોબળનો સંદેશ આપવા માટે સુમિતે આ ચેલેન્‍જ ઉઠાવી હતી. ૪૮ કલાક ટ્રેડમિલ પર દોડવાના આ કારનામાને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સની માન્‍યતા મળી ગઈ છે

(10:01 AM IST)